સગાઈ પહેલા મોડી રાતે હાથમાં હાથ નાંખી ફરતા જોવા મળ્યા નિક અને પ્રિયંકા, પરિવારજનો સાથે ડિનર ડેટની મજા માણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિકની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાણીથી ઓછી નથી. પ્રિયંકા ભલે વયમાં નિકથી 10 વર્ષ મોટી હોય પરંતુ તેમની લવ સ્ટોરીમાં આ એક આંક માત્ર જ છે. પ્રિયંકા અને નિકની 18 ઓગસ્ટે સગાઈ થવાની છે પરંતુ તે પહેલા બંને મોડી રાતે હાથમાં હાથ નાંખી એકસાથે ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા. આમ તો પ્રિયંકા અને નિક ઘણીવાર સાથે જોવા મળ્યા હતા પરંતુ બંનેનું આ આઉટિંગ ઘણું ખાસ હતું. આ વખતે તેઓ એકલા નહોતા પરંતુ તેમના પરિવારજનો પણ સાથે હતા. 

 

ડિનર ડેટ પર કપલ સાથે જોડાયા બંનેના પરિવારજનો


- બંને પરિવાર સાથે નિક અને પ્રિયંકાના આ ડિનર ડેટ પર જવાની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરોમાં નિક હંમેશાની જેમ પ્રિયંકાનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો.
- ડિનર ડેટ પર જવા પ્રિયંકા અને નિક એક જ કારમાં નીકળ્યા હતા, જ્યારે નિકના માતા-પિતા અને મધુ ચોપરા અલગ-અલગ કારમાં જોવા મળ્યા હતા. 
- આ સમયે પ્રિયંકાએ સફેદ રંગની ડ્રેસ પહરેલી હતી, બીજી તરફ નિક કાળા રંગની ટી-શર્ટ સાથે ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. 
- સગાઈ પહેલા પ્રિયંકા અને નિકનું એકબીજા સાથે ડિનર ડેટ પર જવું ઘણું ખાસ રહ્યું હતું. એક અહેવાલ અનુસાર, બંનેની સગાઈમાં અમુક ખાસ સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. 
- ઉલ્લેખનીય છે કે, નિક બીજી વાર ભારત આવ્યો છે, આ પહેલા તે પ્રિયંકાની માતા મધુ ચોપરાને મળવા ભારત આવ્યો હતો.

 

સલમાન ખાનની વેનિટી વેન છે Luxurious, મેક-અપ રૂમની સાથે સાથે છે સ્ટડી રૂમ