બોલિવૂડ ફિલ્મ 'બધાઈ હો'થી 'ઝીરો' સુધી, એકદમ ફ્રેશ છે આ ફિલ્મ્સ, નથી બાયોપિક કે નથી કોઈની સિક્વલ

હાલમાં જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 06:46 PM
ranbir kapoor to amitabh bachchan, very unique film will release

મુંબઈઃ હાલમાં જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'બધાઈ હો'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું હતું. જોકે, બોલિવૂડમાં આ વર્ષે અને આવતા વર્ષે એકદમ ફ્રેશ ફિલ્મ્સ રીલિઝ થવાની છે. જે દર્શકોને જરૂરથી પસંદ આવશે. આમાં અક્ષય કુમારથી લઈ અનિલ કપૂરની ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

1. બધાઈ હોઃ
આયુષ્માન ખુરાનાની 'બધાઈ હો' 19 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. અમિત શર્માના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ એકદમ હટકે ફિલ્મ છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની માતા બનતી નીના ગુપ્તા મોટી ઉંમરે પ્રેગ્નેન્ટ બને છે. જેને લઈને સમાજ, આયુષ્માનની ગર્લફ્રેન્ડ બનતી સાન્યા મલ્હોત્રા, પરિવાર કેવી રીતે રિએક્ટ કરે છે, તે વાત બતાવવામાં આવી છે.

(વાંચો, અમિતાભ-અક્ષય કુમારથી લઈને રણબિર-આલિયા સુધીની ફિલ્મ્સ છે એકદમ ફ્રેશ....)

17 વર્ષ મોટો હતો આ બોલિવૂડ એક્ટ્રેસનો પહેલો પતિ, 25 વર્ષ બાદ આપ્યા ડિવોર્સ, 45ની ઉંમરમાં કર્યાં બીજા લગ્ન

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

2. અંધાધૂંધઃ
'બદલાપુર' બાદ ડિરેક્ટર શ્રીરામ રાઘવન 'અંધાધૂંધ' લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, તબુ તથા રાધિકા આપ્ટે છે. આ ફિલ્મ થ્રિલર છે અને 5 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. ટ્રેલરમાં આયુષ્માન અંધ હોય તેમ બતાવવામાં આવ્યો છે પરંતુ તે રિયલમાં અંધ છે કે નહીં તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

3. ઠગ્સ ઓફ હિન્દોસ્તાનઃ
આમિર ખાન તથા અમિતાભ બચ્ચન 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'માં પહેલી જ વાર કામ કરી રહી છે. આ મેગા બજેટ ફિલ્મ આઝાદી પહેલાં ભારતમાં ઠગોનો કેવો આતંક હતો, તેની વાત કહે છે. આમિર ખાન બે વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે. આ ફિલ્મ દિવાળીના દિવસે રીલિઝ થઈ રહી છે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

4. 2.0
રજનીકાંત તથા અક્ષય કુમારની ફિલ્મ '2.0' 2010માં આવેલી 'રોબોટ'ની સિક્વલ છે. ફિલ્મને 545 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં વીએફએક્સ પાછળ ઘણો જ ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મ 29 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

5 ઝીરોઃ
આનંદ એલ રાયની 'ઝીરો'માં શાહરૂખ ખાન ઢીંગણો જોવા મળશે. આ ફિલ્મમાં અફલાતૂન વીએફએક્સ જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે રીલિઝ થવાની છે અને ફિલ્મમાં કેટરિના કૈફ તથા અનુષ્કા શર્મા છે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

6. ગુલ્લી બોયઃ
રણવિર સિંહ ડિરેક્ટર ઝોયા અખ્તરની 'ગુલ્લી બોય'માં આલિયા ભટ્ટ છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ રીલિઝ થશે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

7. મેન્ટલ હૈં ક્યાઃ
કંગના રનૌત તથા રાજકુમાર રાવની 'મેન્ટલ હૈં ક્યા'માં યુનિક કોમેડી જોવા મળે છે. આ ફિલ્મ આવતા વર્ષે 22 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થવાની છે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

8. ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડઃ
અર્જુન કપૂર તથા રાજકુમાર ગુપ્તા 'ઈન્યિઝા મોસ્ટ વોન્ટેડ' બનાવી રહ્યાં છે. આ ફિલ્મ ટીવી શો 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'માંથી બનાવવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે 24મેના રોજ રીલિઝ થઈ રહી છે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

9. ગુડ ન્યૂઝઃ
અક્ષય કુમાર, કરિના કપૂર, દિલજીત દોસાંજ તથા કિયારા અડવાણી 'ગુડ ન્યૂઝ'માં જોવા મળશે. આ ફિલ્મ સેરોગસી પર હોવાનું માનવામાં આવે છે. ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ આવતા વર્ષે 19 જુલાઈના રોજ રીલિઝ થશે.

ranbir kapoor to amitabh bachchan, very unique film will release

10. બ્રહ્માસ્ત્રઃ
અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' ત્રણ પાર્ટમાં રીલિઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ આવતા વર્ષે 15 ઓગસ્ટે રીલિઝ થવાનો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ તથા રણબિર કપૂર છે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App