મિત્રોએ વિક્કી કૌશલને ગણાવ્યો mama's boy, ફ્લર્ટિંગમાં ફ્લોપ છે બોલિવૂડ એક્ટર

Know The Real Name Of Actor Ayushmann Khurrana And Film Maker Karan Johar

divyabhaskar.com

Dec 17, 2018, 03:59 PM IST

મુંબઈઃ ‘કોફી વિથ કરન-6’માં બોલિવૂડના વર્તમાન સમયના ફેવરિટ એવા આયુષ્માન ખુરાના અને વિક્કી કૌશલે પ્રથમવાર એન્ટ્રી કરી હતી. બંનેએ શોમાં ઘણી વસ્તી કરી હતી અને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતા. આયુષ્માનના મિત્રો અને ભાઈએ એક્ટર વિશેની અમુક અજાણી વાતો જણાવી હતી. અપારશક્તિ ખુરાનાએ જણાવ્યું હતું કે, આયુષ્માનનું વાસ્તવિક નામ ‘નિશાંત’ છે અને તે પોતાના ભાઈને નિશુ ભૈયા કહીને બોલાવે છે. આ સમયે કરન જોહરે પણ પોતાની સાથે જોડાયેલી રસપ્રદ વાત જણાવતા કહ્યું હતું કે, તેનું વાસ્તવિક નામ ‘રાહુલ કુમાર જોહર’ છે, જે તેની માતાએ એક સ્વપ્ન બાદ બદલી નાંખ્યું હતું.

જ્યારે તાહિરા સાથે રૂમમાં હતો એક્ટર, બચ્યો હતો રંગેહાથ પકડાતા...


- આયુષ્માને પોતાની સાથે જોડાયેલા એક કિસ્સાને શેર કરતા કહ્યું કે, કઈ રીતે એકવાર તે તાહિરાના પિતા દ્વારા રંગે હાથ પકડાતા બચી ગયો હતો.
- આયુષ્માને જણાવ્યું હતું કે, એકવાર તે તાહિરાના બેડરૂમમાં તેના પિતાની ગેરહાજરીમાં અંગત પળો માણી રહ્યો હતો. આ સમય દરમિયાન જ અચાનક તાહિરાના પિતા ઘરે પરત ફર્યા હતા અને બંનેએ ફટાફટ કપડા પહેરવા પડ્યા હતા. આ સમયે તાહિરાએ આયુષ્માનને તેના ઘરે જતા રહેવા કહ્યું હતું. જોકે આયુષ્માન કોન્ફિડન્સ સાથે લિવિંગ રૂમમાં બેસી ગયો જાણે કે તે તાહિરા સાથે સ્ટડી સેશન કરવા માટે આવ્યો હોય.
- આયુષ્માને કરનને જણાવ્યું હતું કે, તેને એ વાતની નહોતી ખબર કે તાહિરાના પિતા તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે તેની વાત જાણતા હતા.
- ઉલ્લેખનીય છે કે, પત્ની તાહિરાને આયુષ્માન પોતાની પ્રથમ અને અંતિમ ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવે છે. તાહિરા હાલ કેન્સરની બીમારીનો સામનો કરી રહી છે, એકવાર આ બીમારીથી મુક્તિ પામ્યા બાદ તે ફરીવાર તેનો ભોગ બની હોવાનું તાજેતરમાં સામે આવ્યું હતું.

ફ્લર્ટિંગમાં ફેલ છે વિક્કી કૌશલ


- શોમાં આયુષ્માનની જેમ વિક્કી કૌશલના પણ ઘણા સિક્રેટ્સ સામે આવ્યા હતા. આયુષ્માનને તેના મિત્રએ mama's boy ગણાવ્યો હતો, કારણ કે તે જ્યારે પણ મિત્રો સાથે કોઈ ટ્રિપ પર જાય ત્યારે તે પ્રથમવાર પોતાની મમ્મીને ફોન કરતો હોય છે અને તેમને જણાવતો હોય છે કે તે શું ખાઈ રહ્યો છે. તે આગળ શું કામ કરવાનો છે.
- વિક્કીના એક મિત્રએ જણાવ્યું હતું કે, વિક્કી ફ્લર્ટિંગ મામલે ફ્લોપ છે. તે યુવતીઓ દ્વારા આપવામાં આવી રહેલી હિંટને સમજી શકતો નથી.
- આ સમયે વિક્કીએ જણાવ્યું હતું કે, તે હાલ એક યુવતીને ડેટ કરી રહ્યો છે અને તે આ મામલે ગંભીરતા પૂર્વક આગળ વધી રહ્યો છે.

સ્ટેજ પાછળ એક બાળક પર પડી ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ના એક્ટરની નજર, પછી કાર્તિક આર્યને જે કર્યું તેણે કારણ બની ગયો Real Life હીરો

X
Know The Real Name Of Actor Ayushmann Khurrana And Film Maker Karan Johar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી