2 બાળકોનો પિતા છે આયુષ્માન ખુરાના, 11 વર્ષ સુઘી એક જ યુવતીને કરી ડેટ, જ્યારે લગ્નનો વારો આવ્યો તો ખિસ્સામાં હતા માત્ર 10 હજાર રૂપિયા, પત્નીને માને છે પ્રથમ અને અંતિમ ગર્લફ્રેન્ડ

Vicky Donor Actor Donated Sperm In Real Life Know His Love Life

divyabhaskar.com

Sep 14, 2018, 02:52 PM IST

મુંબઈઃ એક્ટર, સિંગર અને વીજે એટલે કે ફુલઓન મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી આયુષ્માન ખુરાના 14 સપ્ટેમ્બરના રોજ 34 વર્ષનો થઈ ચૂક્યો છે. ફિલ્મ ‘વિક્કી ડોનર’ ફેમ આયુષમાને જે યુવતી સાથે પ્રેમ કર્યો તે જ તેની જીવનસાથી છે. ખુરાનાના આજે લાખો ફેન છે પરંતુ તે પત્ની તાહિરા કશ્યપના ફેન છે. 16 વર્ષની વયે બંને કોચિંગ દરમિયાન એકબીજાને મળ્યા હતા. પ્રથમ નજરે જ બંનેને પ્રેમ થઈ ગયો હતો. તાહિરાને ખુરાના પોતાની પ્રથમ અને અંતિમ ગર્લફ્રેન્ડ માને છે. બંનેના પ્રોફેશન એકબીજાથી ઘણા અલગ છે. પરંતુ તેમછતાં તેમને કોઈ સમસ્યા થઈ નથી. આયુષ્માન તેનું ક્રેડિટ પણ પત્નીને આપે છે. એક્ટર માને છે કે, તેની પત્ની તાહિરા તેના કરતા વધુ સમજદાર છે. લાંબા સમય સુધી અલગ રહ્યાં બાદ તાહિરા હવે મુંબઈમાં આયુષ્માન સાથે જ રહે છે. તે એક લેખિકા હોવાની સાથે કોલેજમાં લેક્ચરર છે. તેમને બે બાળકો વિરાજવીર ખુરાના અને દીકરી વરુષ્કા છે.

11 વર્ષની ડેટિંગ બાદ કર્યા લગ્ન


- એક્ટિંગમાં આવતા પહેલા આયુષ્માને સૌથી પહેલા તાહિરાને એક્ટર બનવાની ઈચ્છા જણાવી હતી.
- આયુષ્માને જણાવ્યું કે, લગ્ન સમયે તેના અકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતા. બંનેના પરિવારજનો વચ્ચે સારા સંબંધો હોવાને કારણે તેમના માતા-પિતા આ અંગે માની ગયા હતા.
- 11 વર્ષના સંબંધ બાદ બંનેએ 2011માં લગ્ન કરી લીધા હતા. ખુરાનાએ કહ્યું કે, તેને એ નહોતી ખબર કે એક્ટર બન્યા બાદ બધુ કેવી રીતે મેનેજ કરવું જોઈએ. પરંતુ બધુ આપોઆપ થતું ગયું.
- ઉલ્લેખનીય છે કે, પંજાબના ચંદીગઢમાં જન્મેલા આયુષ્માને પોતાનો અભ્યાસ ચંદીગઢમાં જ પૂર્ણ કર્યો હતો. આયુષ્માને બોલિવૂડમાં આવતા પહેલા 5 વર્ષ સુધી થિએટરમાં કામ કર્યું હતું.

રિયલ લાઈફમાં સ્પર્મ ડોનેટ કરી ચૂક્યો છે


- આયુષ્માને પોતાનું કરિયર એન્કર અને રેડિયો જૉકી તરીકે શરુ કર્યું હતું. પરંતુ તેને ઓળખ 2004માં શો એમટીવી રોડીઝની બીજી સીઝન જીત્યા બાદ મળી હતી. આ પહેલા તે દિલ્હીમાં બિગ એફએમમાં આરજે હતો.
- જે પછી તે ટીવી પર ‘ઈન્ડિયાઝ ગૉટ ટેલેન્ટ’, ‘મ્યૂઝિક કા મહામુકાબલા’ હોસ્ટ કર્યું. 2012માં ફિલ્મ ‘વિક્કી ડૉનર’ થકી તેણે ફિલ્મ્સમાં એન્ટ્રી કરી.
- સ્પર્મ ડોનેશન પર બેઝડ આ ફિલ્મે ઘણી સફળતા મેળવી અને આયુષ્માનના એક્ટિંગની પણ પ્રશંસા કરવામાં આવી.
- આ ફિલ્મ પહેલા 2004માં વાસ્તવિક જીવનમાં આયુષ્માને સ્પર્મ ડોનેટ કર્યું હતું. આયુષ્માને આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે,"મે પિતાને આ વાત જણાવી હતી. તેમણે માતાને આ વાત કરી દીધી તો તેમને સમજાવવું મુશ્કેલ હતું."
- ‘વિક્કી ડોનર’ માટે આયુષ્માને ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ મેલ ડેબ્યૂ અને તેના ગીત માટે (સિંગર તરીકે)નો ફિલ્મફેર ફોર બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ જીત્યો હતો. ટૂંકસમયમાં તેની ફિલ્મ ‘બધાઈ હો’ રીલિઝ થવાની છે. જે ‘વિક્કી ડોનર’ની જેમ જ એક હટકે વિષય પર આધારિત છે.

9/11ના આતંકવાદી હુમલાને 17 વર્ષ બાદ પણ નથી ભૂલાવી શક્યો ‘યે હૈ મોહબ્બતેં’નો એક્ટર

X
Vicky Donor Actor Donated Sperm In Real Life Know His Love Life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી