44 વર્ષેય 'ચક દે ગર્લ' લાગે છે Sensational, બિકીનીમાં બતાવી Fit Body

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'ચક દે ઈન્ડિયા'માં ગોલકીપરનો રોલ પ્લે કરનારી વિદ્યા માલવડે આજકાલ ભલે ફિલ્મ્સથી દૂર હોય પરંતુ સોશ્યિલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. હાલમાં જ વિદ્યાએ સોશ્યિલ મીડિયામાં બિકીનીની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તે ઘણી જ ગ્લેમરસ લાગતી હતી. 44 વર્ષીય વિદ્યાનો ગોર્જીયસ લુક પાછળ મેડિટેશનની કમાલ છે. તે સોશ્યિલ મીડિયામાં મેડિટેશન પોઝમાં ફોટોઝ પોસ્ટ કરતી હોય છે. 


'રામજી લંડનવાલે'ના ડિરેક્ટર સાથે કર્યાં છે બીજા લગ્નઃ
વિદ્યાએ 2002માં અરવિંદ સિંહ બગ્ગા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, થોડાં સમય બાદ વિદ્યાના પતિનું પ્લેન ક્રેશમાં મોત થયું હતું. વિદ્યાએ નવ વર્ષ બાદ બીજા લગ્ન સંજય ડાયમા સાથે કર્યાં હતાં. સંજય ફિલ્મ 'લગાન'ના સ્ક્રિનપ્લે રાઈટર તથા એસોસિયેટ ડિરેક્ટર હતાં. પછી 'રામજી લંડનવાલે' પણ ડિરેક્ટ કરી હતી. વિદ્યાનો જન્મ 2 માર્ચ, 1973માં મુંબઈમાં થયો હતો. તેણે લૉનો અભ્યાસ કર્યો હતો. જોકે, તેણે એર હોસ્ટેસ તરીકે કરિયરની શરૂઆત કરી હતી.


આ ફિલ્મ્સમાં કર્યું કામઃ
વિદ્યાએ વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ઈન્તેહા'થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. ત્યારબાદ વિદ્યાએ 'ફૂટપાથ', 'માશૂકા' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. જોકે, 'ચક દે ઈન્ડિયા'થી તેને અલગ ઓળખ મળી હતી. 


(જુઓ, વિદ્યાની ગ્લેમરસ તસવીરો....)

અન્ય સમાચારો પણ છે...