પૂર્વ પત્ની મલાઈકાની સામે જ પ્રેમિકાનો હાથ પકડીને ગણપતિ પૂજામાં આવ્યો અરબાઝ, ટૂંક સમયમાં વાગશે શરણાઈ

ganpati celebration at arpita khan house, arbaaz khan came with his girlfriend

divyabhaskar.com

Sep 14, 2018, 03:59 PM IST

મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનના પરિવારે ધામધૂમથી ગણેશ ચતુર્થીનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. છેલ્લાં 14 વર્ષથી સલમાનના ઘર ગેલેક્સીમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગયા વર્ષે ખાન પરિવારે અર્પિતાના ઘરે ગણેશની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. આ વર્ષે પણ અર્પિતાના ઘરે બાપ્પા બિરાજમાન થયા હતાં. અરબાઝ ખાન પોતાની પ્રેમિકા જ્યોર્જિયા સાથે આવ્યો હતો. આ જ સમયે અરબાઝની પૂર્વ પત્ની મલાઈકા પણ આવી હતી.


ઈટાલીથી આવ્યા જ્યોર્જિયાનાં પિતાઃ
ગણપતિ સેલિબ્રેશન માટે જ્યોર્જિયાના પિતા ખાસ ઈટાલથી આવ્યા છે. તેઓ ખાન પરિવારને મળીને દીકરીના લગ્ન અંગે વાત કરવાના છે. તેઓ અરબાઝના ઘરમાં રોકાયા છે. 51 વર્ષીય અરબાઝ ટૂંક સમયમાં જ બીજીવાર લગ્ન કરે તેવી શક્યતા છે.


પહેલી જ વાર ઈન્ડિયન ફેસ્ટિવલમાં સામેલ થઈ જ્યોર્જિયાઃ
જ્યોર્જિયા પહેલી જ વાર આ રીતે ઈન્ડિયન ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ વેર પહેરીને આવી હતી. જ્યોર્જિયા ઈટાલિયન મોડલ છે.


મલાઈકા-જ્યોર્જિયાનો થયો આમનો-સામનોઃ
મલાઈકા તથા જ્યોર્જિયા એકબીજાને ઘણી જ સહજતાથી મળ્યાં હતાં અને બંને એકબીજાને ગળે મળ્યાં હતાં. આટલું જ નહીં અરબાઝ-મલાઈકાનો પુત્ર અરહાન પણ જ્યોર્જિયાને મળ્યો હતો.

ખરા ગુજરાતી! મહેમાનોને છેક કાર સુધી મૂકવા આવ્યા હતાં મુકેશ અંબાણી ને દીકરો અનંત અંબાણી

X
ganpati celebration at arpita khan house, arbaaz khan came with his girlfriend
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી