'ઝીરો' બાદ અનુષ્કા શર્મા પાસે નથી એક પણ ફિલ્મ, પ્રેગ્નન્સીને લઈ સતત થઈ રહી છે ચર્ચા

Bollywood Actress Anushka Sharma Not Signed Any Film After ZERO

divyabhaskar.com

Dec 05, 2018, 03:54 PM IST

મુંબઈઃ અનુષ્કા શર્માને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. 10 વર્ષ પહેલા 12 ડિસેમ્બરના રોજ રીલિઝ થયેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અનુષ્કા શર્માએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અનુષ્કા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’નું પ્રમોશન કરી રહી છે. અમુક દિવસોથી અનુષ્કા શર્માના પ્રેગ્નન્ટ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. હવે આ મુદ્દે ક્યારેય પોતાની પર્સનલ લાઈફ પર જાહેરમાં ચર્ચા ના કરતી એક્ટ્રેસ અનુષ્કા શર્માએ મૌન તોડ્યૂ છે.

ઈવેન્ટ દરમિયાન અનુષ્કાએ પ્રેગ્નન્સીની વાતો પર કહી આ વાત


- તાજેતરમાં અનુષ્કા શર્મા ફિલ્મ પ્રમોશન માટે પોતાની ટીમ સાથે જોવા મળી હતી. એક ઈવેન્ટ દરમિયાન અનુષ્કાએ ખુલાસો કર્યો હતો કે, તે પ્રેગ્નન્ટ છે કે નહીં.
- અનુષ્કાએ પ્રેગ્નન્સી અંગે કહ્યું હતું કે,"મને ખબર નથી કે આવી વાતો ક્યાંથી સામે આવે છે. આ સંપૂર્ણ રીતે બકવાસ વાત છે. તમે લગ્ન સિક્રેટ રાખી શકો છો પરંતુ પ્રેગ્નન્સી નહીં."
- "આવા સમાચારો અંગે ઘણીવાર એક્ટ્રેસિસે સામનો કરવો પડે છે, પરંતુ મારા માટે આ અફવાની કોઈ વેલ્યૂ નથી. અહીં તો લોકો લગ્ન પહેલા જ તમને પરિણીત ગણાવી દે છે. પ્રેગ્નન્ટ થયા પહેલા જ તમને માતા બનાવી દે છે..મને આવી વાતોથી ફરક પડતો નથી. આવા સમાચાર સાંભળી મને હસવું આવે છે."
- ઉલ્લેખનીય છે કે,‘ઝીરો’ બાદ કોઈપણ ફિલ્મ સાઈન ના કરવાના કારણે અનુષ્કાના પ્રેગ્નન્ટ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જોકે હવે આ વાત પર એક્ટ્રેસે જાતે જ પૂર્ણવિરામ મુક્યું છે. ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા શર્મા દિવ્યાંગ યુવતીની ભૂમિકામાં છે, જે સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પીડિત હોય છે.
- શાહરૂખ ખાન-અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ઝીરો’ 21 ડિસેમ્બરના રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મને આનંદ એલ.રાયે ડિરેક્ટ કરી છે. અનુષ્કા પાસે આ ફિલ્મ બાદ કોઈપણ પ્રોજેક્ટ નથી, આ ઉપરાંત તેના પ્રોડક્શન હાઉસમાં પણ કોઈ ફિલ્મ અંગે ચર્ચા નથી.

URI Trailer: વિક્કી કૌશલનું ધમાકેદાર પર્ફોર્મન્સ, આ છે 8 પાવરફૂલ ડાયલૉગ

X
Bollywood Actress Anushka Sharma Not Signed Any Film After ZERO
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી