મલાઈકા અરોરા- અર્જુન કપૂરના સંબંધોથી ખુશ નથી ડેડી બોની કપૂર, કાકા અનિલ કપૂરે આપી દીધી મંજૂરી

પિતાએ દીકરા અર્જુનને 12 વર્ષ મોટી મલાઈકા અરોરાથી દૂર રહેવાની આપી હતી સલાહ

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 04:09 PM
Arjun Kapoor & Malaika Arora Relation is Not Accepted By Boney Kapoor

મુંબઈઃ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના રિલેશનશિપ પર મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ગત 2-3 મહિનાથી તેઓ ઘણીવાર પાર્ટીઝ અને ઈવેન્ટ્સ ઉપરાંત ડિનર ડેટ પર ઘણીવાર સ્પોટ થયા છે. આ સમયે બંનેને ઘણીવાર પ્રશ્ન કરવામાં આવ્યો પણ તેમાંથી કોઈએ પ્રેમમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો નથી. બીજી તરફ આ સંબંધ અંગે કાકા અનિલ કપૂર તરફથી એક નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં ઈન્ટરવ્યૂમાં ભત્રીજા અર્જુન અને મલાઈકાએ આ સંબંધ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. તેમણે જે રીતે જવાબ આપ્યો છે એ જોતા લાગે છે કે તેઓ અર્જુન-મલાઈકાના સંબંધથી ખુશ છે.

પિતા નથી ખુશ પરંતુ કાકાએ આપ્યું ગ્રીન સિગ્નલ

- અનિલ કપૂરે મલાઈકા-અર્જુનના સંબંધોના સવાલ પર જવાબ આપતા કહ્યું હતું કે,"જો મારો ભત્રીજો ખુશ છે તો હું પણ ખુશ છું. હાલ આ મામલે હું કોઈ કોમેન્ટ કરી શકતો નથી પરંતુ એક પરિવાર તરીકે અર્જુનના જીવનમાં ખુશી આવવા પર મને પણ ખુશી થશે.’
- અનિલના જવાબ પરથી એવું લાગી રહ્યું છે કે, તેઓ અર્જુન અને મલાઈકાની મંજૂરી વગરે આ ખુશીને યોગ્ય રીતે વ્યક્ત કરવા માગતા નથી.
- ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યા હતા કે અર્જુન અને મલાઈકાએ એક નવું ઘર ખરીદ્યું છે. તે પોતાના રિલેશનશિપને નેકસ્ટ લેવલે લઈ જવા માગે છે. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અને અર્જુનના સંબંધથી બોની કપૂર ખુશ નથી. બે વર્ષ પહેલા જ્યારે અર્જુન-મલાઈકાના અફેરની વાત સામે આવી હતી ત્યારે પિતા બોનીએ દીકરાને મલાઈકાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
- બોનીને તે સમયે ડર હતો કે સલમાન ખાનની ભાભી (જોકે હવે તે ડિવોર્સી છે) ને ડેટ કરવાના કારણે અર્જુનનું કરિયર બગડી શકે છે. સલમાન ખાન પણ આ સંબંધથી નારાજ હતો. મલાઈકાના કારણે સલમાને અર્જુનથી પણ અંતર કરી લીધું. આ સાથે જ એવા અહેવાલ વહેતા થયા હતા કે, અર્જુનના કારણે જ અરબાઝ-મલાઈકાએ ડિવોર્સ લીધા હતા.

Forbes India Celebrity 100 લિસ્ટઃ ભારતી સિંહથી લઈ સુનીલ ગ્રોવર અને કૃષ્ણા અભિષેક જેવા કોમેડિયન છે સામેલ, નથી તો માત્ર કપિલ શર્મા

X
Arjun Kapoor & Malaika Arora Relation is Not Accepted By Boney Kapoor
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App