19 વર્ષ પહેલાં 'તાલ'થી હિટ થઈ હતી એશ-અનિલની જોડી, હજી પણ એવો ને એવો જ છે Charm

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 1999માં મ્યૂઝિકલ રોમાન્ટિક ડ્રામા બેસ્ડ ફિલ્મ ‘તાલ’ રીલિઝ થઈ હતી. તેમાં પ્રથમવાર અનિલ કપૂર અને ઐશ્વર્યા રાયની જોડી બની હતી. ‘તાલ’માં આ જોડી હિટ રહેતા વર્ષ 2000માં બીજી ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હૈ’ રીલિઝ થઈ હતી. હવે 18 વર્ષ બાદ બંને એક પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. ઐશ્વર્યા અને અનિલ કપૂરની ફિલ્મ ‘ફન્ને ખાન’ 3 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે. ‘તાલ’માં કપલ તરીકે જોવા મળેલી આ જોડીનો ‘ફન્ને ખાન’માં આવો કોઈ જ સંબંધ નથી. જોકે ઘણા સમય બાદ લોકો બંનેને એક સાથે સિલ્વર સ્ક્રિન પર જોઈ શકશે.

 

‘તાલ’ કરતા ઘણા જ અલગ લુકમાં જોવા મળશે અનિલ-એશ


- ‘તાલ’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તેના ગીતો ચાર્ટબસ્ટરમાં ટ્રેન્ડમાં રહ્યાં હતાં. અનિલ-એશ પ્રથમ હિટ ફિલ્મ ‘તાલ’ કરતા હવે ઘણા અલગ જ લુકમાં જોવા મળશે.
- ઐશ્વર્યા પહેલા કરતા ઘણી સુંદર લાગે છે તો અનિલ કપૂર પણ વધતી ઉંમર સાથે તેટલો જ ફિટ લાગી રહ્યો છે.
- ‘ફન્ને ખાન’માં ઐશ્વર્યા રાય પોપ સિંગર બેબી સિંહના રોલમાં છે, તો અનિલ કપૂર ટેક્સી ડ્રાઈવર પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ઐશ્વર્યાનો લુક ઈમ્પ્રેસિવ છે.
- ફિલ્મ ‘તાલ’ અનિલ-એશની સાથે અક્ષય ખન્ના લીડ રોલમાં હતો. તેમની બીજી ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હૈ’એ પણ સારો બિઝનેસ કર્યો હતો.
- ‘ફન્ને ખાન’ અનિલ કપૂર (પિતા) અને પીહૂ સિંદ (દીકરી) પરની ફિલ્મ છે. જેમાં ડ્રાઈવર પિતા દીકરીને જાણીતી સિંગર બનાવવા માગે છે. ‘ફન્ને ખાન’ થકી પ્રથમવાર ઐશ્વર્યા અને રાજકુમાર રાવની જોડી સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે, ટ્રેલરમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રીના અમુક અંશ જોવા મળ્યા હતા.

 

માતાના કહેવા પર સેક્સ વર્કર બની હતી આ એક્ટ્રેસ, એડલ્ટ ફિલ્મ કરી લોકપ્રિય થઈ અને બની સાઉથની ‘શકીલા’