રસપ્રદ / અનંત અંબાણીની કથિત પ્રેમિકા રાધિકા મર્ચન્ટ Royal Lookથી આકાશ અંબાણીની પાર્ટીમાં છવાઈ

radhika merchant unseen pics from akash ambani pre wedding party

divyabhaskar.com

Apr 02, 2019, 02:59 PM IST

મુંબઈઃ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન નવ માર્ચના રોજ હતાં. લગ્ન પહેલાં 22થી 25 ફેબ્રુઆરીના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં સેન્ટ મોર્ટિ્ઝમાં પાર્ટી આપવામાં આવી હતી. ઈશાની જેમ આકાશના પણ તમામ ફંક્શનમાં રાધિકા મર્ચન્ટનો આગવો ઠાઠ જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે નીતા અંબાણીની સૌથી નાની વહુ રાધિકા છે. એટલે કે રાધિકા તથા અનંતના લગ્ન થવાના છે. અલબત્ત, હજી સત્તાવાર રીતે આ સંબંધની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે રીતે અંબાણીના દરેક પ્રસંગમાં રાધિકાની હાજરી હોય છે, તે જોતા આ સંબંધની ટૂંક સમયમાં જ જાહેરાત થશે.

સેન્ટ મોર્ટિ્ઝમાં રાધિકાનો હતો આગવો ઠાઠઃ
મેક-અપ આર્ટિસ્ટ લવલીન રામચંદાનીએ રાધિકાની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરો સેન્ટ મોર્ટિ્ઝની છે. રાધિકાએ બ્લૂ ઓફ શોલ્ડર થાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. રફલ્ડ સ્લિવ્સ તથા રોયલ બ્લૂ બેલ્ટ આ ગાઉનને ટ્રેન્ડી બનાવે છે. રાધિકા આ ડ્રેસમાં ઘણી જ સુંદર તથા ક્લાસિક લાગે છે. રાધિકાએ પર્ફેક્ટ ટચ આપવા માટે બ્લેક હિલ્સ તથા એમરાલ્ડ ગ્રીન ઈયરરિંગ્સ પહેર્યાં છે. રાધિકાએ મૈસી પોનીટેલ, મિનિમલ મેક-અપ તથા ડાર્ક લિપસ્ટિકથી લુક કમ્પ્લિટ કર્યો છે.

કોણ છે રાધિકા મર્ચન્ટઃ
કચ્છી ભાટિયા કુટુંબના વિરેન મર્ચન્ટના પિતા અજીતકુમાર ગોરધનદાસ મર્ચન્ટ (ખટાઉ) પણ ધીરુભાઈ અંબાણીની માફક સાધારણ ટ્રેડરમાંથી અગ્રણી ઉદ્યોગપતિ બન્યા હતા. વિરેન મર્ચન્ટ એન્કર હેલ્થકેર, એન્કર પોલિમર, હેલસ્યોન લેબ્ઝ જેવી કંપનીઓ ધરાવે છે. વિરેન મર્ચન્ટના પરિવારમાં પત્ની શૈલા, દીકરી અંજલી તથા રાધિકા છે.

વિરેન મર્ચન્ટ આટલી કંપનીમાં છે ડિરેક્ટર તથા મેનેજિંગ ડિરેક્ટરઃ
વિરેન મર્ચન્ટ એન્કોર બિઝનેસ સેન્ટર LLP(રિયલ એસ્ટેટનું કામ કરે )માં પાર્ટનર છે. જ્યારે એન્કોર બિઝનેસ સેન્ટર પ્રાઈવેટ લિમિટેડ(બિઝનેસ સર્વિસ)માં ડિરેક્ટરની છે. એડીએફ ફૂડ્સ લિમિટેડ(ફૂડ પ્રોડક્ટ્સ તથા બેવરેજીસ)માં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. એન્કોર હેલ્થકેર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ(હેલ્થ તથા સોશ્યિલ વર્ક)માં ડિરેક્ટરની ભૂમિકા ભજવી રહ્યાં છે. જ્યારે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરે છે.

પત્ની પણ છે બિઝનેસમાં:
વિરેન મર્ચન્ટની પત્ની શૈલા મર્ચન્ટ એન્કોર પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે. જ્યારે દીકરી અંજલી મર્ચન્ટ પણ આ જ કંપનીમાં ડિરેક્ટર છે.

X
radhika merchant unseen pics from akash ambani pre wedding party
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી