Home » Bollywood » Gossip » Amrita Singh And Saif Ali Khan First Date Reveals In Interview

સન્નીપાજી માટે સૈફને ઇગ્નોર કરતી હતી અમૃતી, ખુદ કર્યો હતો ખુલાસો

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 11:33 AM

એક ચેટ શોમાં સૈફ અને અમૃતાએ પોતાની ફર્સ્ટ ડેટ વિશે કેટલીક વાતો જણાવી હતી

  • Amrita Singh And Saif Ali Khan First Date Reveals In Interview
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમૃતા સિંઘ સન્ની દેઓલ માટે પહેલા સૈફ અલી ખાનને ઇગ્નોર કરતી હતી

    મુંબઇ: ભલે સૈફ અલી ખાન અને અમૃતા સિંહ અલગ થઇ ગયા હોય પરંતુ એક સમય હતો જ્યારે સૈફ પુરી રીતે અમૃતાનો દીવાનો હતો. વાત તેના અફેરની કરીએ તો તે ઘણી રસપ્રદ છે. સિમી ગ્રેવાલના ચેટ શોમાં સૈફ અને અમૃતાએ પોતાની ફર્સ્ટ ડેટ વિશે કેટલીક વાતો જણાવી હતી. સૈફ વિશે વાત કરતા અમૃતાએ કેટલાક ખુલાસા કર્યા હતા, તેને એમ પણ જણાવ્યુ હતું કે સન્ની દેઓલને કારણે તે સૈફને ઇગ્નોર કરતી હતી. જો કે બાદમાં સૈફના પ્રેમમાં પડી ગઇ હતી.

    આ રીતે થઇ હતી પ્રથમ મુલાકાત

    ચેટ શોમાં અમૃતાએ જણાવ્યુ હતું, બન્નેની પ્રથમ મુલાકાત ફિલ્મ 'યે દિલ્લગી'ના સેટ પર થઇ હતી. બન્ને એક ફોટોશૂટને કારણે મળ્યા હતા. સૈફ સાથે કાજોલ અને અન્ય સ્ટાર્સ પણ હતા. અહીં તેને સૈફને પ્રથમ વખત જોયો હતો પરંતુ તેની સાથે એક્ટર સન્ની દેઓલ પણ હતો માટે તેને સૈફ પર વધુ ધ્યાન આપ્યુ નહતું. જો કે બાદમાં તેની મુલાકાત થઇ હતી. સૈફે તેને ડિનર માટે પ્રપોઝ કર્યુ હતું.

    ચેટ શોમાં સૈફે જણાવ્યુ હતું, 'જ્યારે હું અમૃતાના ઘરે પહોચ્યો તે સમયે તે પોતાનું મેકઅપ ઉતારી રહી હતી, તેને મેકઅપ વગર જોઇ હું ચોકી ગયો હતો. સૈફ અનુસાર અમૃતાએ ફર્સ્ટ ડેટમાં જ તેને Kiss કરી હતી. જો કે સૈફે સાથે જ જણાવ્યુ કે તે બે દિવસ સુધી અમૃતાના ઘર પર રોકાયો હતો પરંતુ આ દરમિયાન બન્ને ફિઝિકલી ઇનવોલ્વ નહતા થયા. સૈફ બીજા રૂમમાં ઉંઘતો હતો.

    પરિવારજનોથી છુપાઇને કરી હતી સીક્રેટ વેડિંગ

    3 મહિનાની ડેટ પછી સૈફ અને અમૃતાએ વર્ષ 1991માં છુપાઇને સીક્રેટ વેડિંગ કર્યા હતા, કારણ કે બન્ને પરિવારજનોના રિએક્શનથી ડરી રહ્યાં હતા. જેનું કારણ હતું સૈફ અને અમૃતા વચ્ચેનું ઉંમરનું અંતર. અમૃતા સૈફથી આશરે 12 વર્ષ મોટી હતી. બન્ને અનુસાર તેમને લગ્નના 2 દિવસ પહેલા જ એમ ડિસાઇડ કર્યુ હતું કે હવે તે જીવનભર સાથે રહેશે.

    આગળની સ્લાઇડમાં જુઓ, સૈફ અલી ખાન અને અમૃતાની વધુ તસવીરો...

  • Amrita Singh And Saif Ali Khan First Date Reveals In Interview
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સૈફ અલી ખાન અને અમૃતા
  • Amrita Singh And Saif Ali Khan First Date Reveals In Interview
    સૈફ અલી ખાને 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા, જો કે હવે તેમના છુટાછેડા થઇ ગયા છે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ