તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિતાભ બચ્ચને શૅર કરી સાસુમા ઈન્દિરા, પત્ની જયા, દીકરી શ્વેતા અને દોહિત્રી નાવ્યાની તસવીર, એક જ ફ્રેમમાં ચાર પેઢીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાએ હાલમાં જ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. આ દરમિયાન શ્વેતા બચ્ચને પહેલી જ વાર મોમ જયા બચ્ચન, નાની ઈન્દિરા ભાદુરી, દીકરી નાવ્યા સાથેની પોતાની એક તસવીર શ2ર કરી હતી. આ ફોટોમાં એક જ ફ્રેમમાં ચાર પેઢી એક સાથે જોવા મળે છે. આ ફોટોને કેપ્શન પણ શ્વેતાએ "4 generations, 1 frame xx"  આપ્યું છે. આ જ તસવીરને અમિતાભ બચ્ચને પણ શૅર કરી છે. જેમાં તેમણે લખ્યું છે, “Mother, daughter, granddaughter, great granddaughter" શ્વેતાએ અન્ય એક તસવીર દીકરી નાવ્યા તથા દીકરા અગસ્ત્યની શૅર કરી છે.


ભાભી એશ સાથે નથી કોઈ ફોટોઃ
શ્વેતા નંદાએ હાલમાં ભલે ઈન્સ્ટાગ્રામ પબ્લિક કર્યું હોય પરંતુ તે છેલ્લાં પાંચ વર્ષથી એક્ટિવ છે. 2013થી એક્ટિવ શ્વેતાએ ઈન્સ્ટાગ્રામમાં એક પણ તસવીર ભાભી ઐશ્વર્યા સાથેની શૅર કરી નથી.


બિઝનેસ મેન સાથે કર્યાં છે લગ્નઃ
શ્વેતા બચ્ચને બિઝનેસ મેન નિખીલ નંદા સાથે 1997માં લગ્ન કર્યાં છે. નિખિલ નંદા કપૂર પરિવારનો ભાણીયો છે. સ્વ. રાજકપૂરની દીકરી રિતુ નંદાએ રાજન નંદા સાથે લગ્ન કર્યાં છે. બંનેનું સંતાન એટલે નિખીલ નંદા.


બે બાળકોઃ
શ્વેતા તથા નિખીલને બે સંતાનો નાવ્યા નવેલી નંદા તથા અગસ્ત્ય છે.


હાલમાં જ લોન્ચ કરશે પોતાની ક્લોથિંગ લાઈનઃ
શ્વેતા બચ્ચન જાણીતી ફેશન ડિઝાઈનર મોનિષા જયસિંગ સાથે મળીને MxS નામની ક્લોથિંગ લાઈન શરૂ કરવાની છે. આ માટે શ્વેતાએ દીકરી નાવ્યા સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે.

 

કોઈએ તિરંગાની બનાવી બિકીની તો કોઈએ શાલ, અમિતાભ-SRKથી સચિન સુધીના સેલેબ્સ કરી ચૂક્યા છે ભારતીય ધ્વજનું અપમાન