Home » Bollywood » Gossip » Aishwarya-Aaradhya Bachchan Missed Family Trip To Russia

ફૂટબોલ વર્લ્ડકપની અંતિમ મેચો જોવા પરિવાર સાથે રશિયા ગયા બિગ બી, સાથે નહોતી આરાધ્યા

Divyabhaskar.com | Updated - Jul 10, 2018, 03:44 PM

15 જુલાઈના રોજ ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલ રમાવાની છે. બિગી બીએ તેમના આ પ્રવાસની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી.

  • Aishwarya-Aaradhya Bachchan Missed Family Trip To Russia

    મુંબઈઃ અમિતાભ બચ્ચન પોતાના બંને બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા નંદા સાથે વિદેશ પ્રવાસ પર નીકળ્યા હતા. આ સમયે તેમની સાથે દોહિત્ર અગસ્ત્ય નંદા અને દોહિત્રી નવ્યા નવેલી નંદા પણ હતી. આ બધા રશિયા પહોંચી ચૂક્યા છે, અહીં આ લોકોનું જવાનું કારણ અમિતાભ અને અભિષેકનો ફૂટબોલ પ્રત્યેનો ક્રેઝ પણ છે. ફૂટબોલ વર્લ્ડકપની સેમિફાઈનલ અને ફાઈનલ સહિતની અંતિમ મેચોને માણવા બચ્ચન પરિવાર રશિયા પહોંચ્યો છે. 15 જુલાઈના રોજ ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલ રમાવાની છે. બિગી બીએ તેમના આ પ્રવાસની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી.

    ફેમિલી ટ્રિપમાં ન જોડાયા જયા-ઐશ્વર્યા અને આરાધ્યા


    - અમિતાભે શેર કરેલી તસવીરોમાં અભિષેક, શ્વેતા, નવ્યા અને અગસ્ત્ય એક જ સ્થળે જોવા મળે છે. પરંતુ તમામ લોકો પોતાના ફોનમાં મસ્ત હોય છે.
    - આ સમયે અમિતાભે પરિવારજનો અંગે મજાકમાં કહ્યું હતું કે, "જે પરિવાર મોબાઈલનો ઉપયોગ સાથે કરે છે, તે હંમેશા સાથે રહે છે."
    - આ સાથે અમિતાભ બચ્ચને નવ્યા અને અગસત્યની એક ક્યૂટ તસવીર પણ શેર કરી હતી.
    - અમિતાભ બચ્ચનની આ તસવીરોમાં ક્યાંય પણ પત્ની જયા બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન જોવા મળ્યા નહોતા. ફેમિલી ટ્રિપ પરથી તેમની ગેરહાજરી પર ફેન્સ પણ ચોંક્યા હતા.
    - વાસ્તવમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યા છેલ્લા અમુક દિવસથી પેરિસમાં છે જ્યાં ઐશ્વર્યા પોતે એન્ડોર્સ કરેલી બ્રાન્ડની ઈવેન્ટ્સમાં સામેલ થવા પહોંચી હોવાથી તે પરિવાર સાથે રશિયાની ટ્રિપ પર જઈ શકી નથી.
    - બીજી તરફ અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન અગમ્ય કારણોસર રશિયા જઈ શક્યા નથી.

    ‘બાલિકાવધૂ’માં ‘આનંદી’ બનનાર ગુજરાતી એક્ટ્રેસ તોરલે લીધા ડિવોર્સ, 3 વર્ષથી બિઝનેસમેન પતિથી અલગ રહેતી હતી પિયરમાં

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending