75ની ઉંમરમાં પણ એક પછી એક છ ફિલ્મનું શૂટિંગ કરશે અમિતાભ, કામને મામલે અક્ષય કુમાર ને અજય દેવગણને આપે છે ટક્કર

Senior Bachchan is Giving Tough Fight To Akshay Kumar And Ajay devgan

divyabhaskar.com

Sep 10, 2018, 07:14 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં અક્ષય કુમાર જ વર્ષમાં 3-4 ફિલ્મ્સ કરવા માટે જાણીતો છે. જોકે હવે સમયની સાથે અન્ય એક્ટર્સ પણ ધીમે-ધીમે અક્ષય કુમારની જેમ જ આગળ વધી રહ્યાં છે. અક્કી ઉપરાંત અજય દેવગન, રાજકુમાર રાવ, ઈરફાન ખાન જેવા સેલેબ્સ વર્ષમાં 2-3 વાર તો ફેન્સ સામે નવી ફિલ્મસ સાથે આવી રહ્યાં છે. જોકે આ સેલેબ્સની લિસ્ટમાં સૌથી ખાસ છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન. ઉલ્લેખનીય છે કે, અક્કી કે અજય દેવગન નહીં પરંતુ અમિતાભ બચ્ચન એક પછી એક 6 ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યાં છે.

આ ફિલ્મ્સમાં જોવા મળશે અમિતાભ બચ્ચન


- નવેમ્બર 2018માં ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’, ‘જુંડ’, ‘બદલા’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘આંખે-2’ અને રુમી જાફરીની એક ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ જોવા મળશે.
- આ ફિલ્મ્સની વાત એ છે કે, તમામ ફિલ્મ્સ એકબીજાથી અલગ પ્રકારની છે. જેથી આવનારા સમયમાં બિગ બી બોલિવૂડમાં ધમાકેદાર પ્રદર્શનથી છવાઈ જશે.
- અમિતાભ ઉત્સાહ અને એનર્જી લેવલ જાળવી રાખવા માટે ફિલ્મ્સ કરતા રહે છે અને આ મામલે તેઓ ભલભલા યુવાનોને પાછળ છોડી દે છે. બીજી તરફ આમિર અને શાહરૂખ જેવા સ્ટાર વર્ષે માંડ એક ફિલ્મમાં કામ કરે છે.

બોલિવૂડ સેલેબ્સ અને તેમની અપકમિંગ ફિલ્મ્સ

સલમાન ખાન (5 ફિલ્મ્સ)
- ‘ભારત’, ‘દબંગ 3’, ‘કિક-2’, ‘શેરખાન’ અને સંજય લીલા ભણસાલી સાથેની એક ફિલ્મ.

શાહરૂખ ખાન (2 ફિલ્મ્સ)
- ‘ઝીરો’ અને રાકેશ શર્માની બાયોપિક.

આમિર ખાન (2 ફિલ્મ્સ)
- ‘ઠગ્સ ઑફ હિંદોસ્તા’, બીજા પ્રોજેક્ટ તરીકે ‘મહાભારત’ સીરિઝ તથા હોલિવૂડ ફિલ્મની રીમેકની ચર્ચા.

અક્ષય કુમાર (4 ફિલ્મ્સ)
- ‘2.0’, ‘કેસરી’, ‘હાઉસફુલ’, ‘ગુડ ન્યૂઝ’.

અજય દેવગન (6 ફિલ્મ્સ)
- ‘દે દે પ્યાર દે’, ‘તાનાજી’, ‘ટોટલ ધમાલ’, લવરંજનની ફિલ્મ, ‘ચાણક્ય’, ‘સિંઘમ 3’.

‘કુમકુમ ભાગ્ય’ની એક્ટ્રેસની બોલિવૂડમાં એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મનું ટ્રેલર જોઈ રડે છે માતા

X
Senior Bachchan is Giving Tough Fight To Akshay Kumar And Ajay devgan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી