Divya Bhaskar

Home » Bollywood » Gossip » મુકેશ અંબાણીના પૈસાથી બનવા જઈ રહી છે 'મહાભારત', mukesh ambani is a co produce of mahabharat

મુકેશ અંબાણી 1000 કરોડમાં બનાવે છે 'મહાભારત', સલમાન ખાન બનશે 'શ્રીકૃષ્ણ'

Divyabhaskar.com | Updated - May 15, 2018, 01:13 PM

મુકેશ અંબાણી ફિલ્મ 'મહાભારત' બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રૂપિયા છે

  • મુકેશ અંબાણીના પૈસાથી બનવા જઈ રહી છે 'મહાભારત', mukesh ambani is a co produce of mahabharat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન તથા મુકેશ અંબાણી

    મુંબઈઃ મુકેશ અંબાણી ફિલ્મ 'મહાભારત' બનાવી રહ્યાં છે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં આમિર ખાને કૃષ્ણનો રોલ સલમાન ખાનને ઓફર કર્યો છે. આમિર ખાન કર્ણનો રોલ પ્લે કરવાનો છે.


    24 વર્ષ પછી સાથેઃ
    જો સલમાન ખાન એક્ટર આમિર ખાનની ઓફર સ્વીકારી લે તો આ બંને 24 વર્ષ પછી સાથે જોવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સલમાન ખાન ઘણાં વર્ષોથી 'મહાભારત'થી પ્રેરિત એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છે. જ્યારે સલમાનને આમિરના પ્રોજેક્ટ અંગે ખબર પડી તો તેણે આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ત્યારબાદ આમિરે કૃષ્ણનો રોલ આપવાનું વિચાર્યું છે.


    સલમાને નથી સ્વીકાર્યો રોલઃ
    સૂત્રોના મતે, હજી સુધી સલમાન ખાને આમિરની આ ઓફર સ્વીકારી નથી. પહેલાં ચર્ચા હતી કે આમિર કૃષ્ણનો રોલ કરવાનો છે. તે સમયે એક વ્યક્તિએ સોશ્યિલ મીડિયામાં આ અંગે વિરોધ પ્રગટ કર્યો હતો અને બીજા ધર્મની વ્યક્તિ કેવી રીતે આ રોલ પ્લે કરી શકે. ત્યારે જાવેદ અખ્તર સહિતના સેલેબ્સ તથા ચાહકોએ આમિરને સપોર્ટ કર્યો હતો.

  • મુકેશ અંબાણીના પૈસાથી બનવા જઈ રહી છે 'મહાભારત', mukesh ambani is a co produce of mahabharat
    પહેલાં ચર્ચા હતી કે આમિર ખાન શ્રીકૃષ્ણનો રોલ કરશે

    પાંચ ફિલ્મ્સ બનશેઃ
    'મહાભારત'ની પાંચ સીરિઝ બનશે. આ ફિલ્મનું બજેટ 1000 કરોડ રૂપિયા છે. દરેક ફિલ્મ બે વર્ષના અંતરે રીલિઝ થશે. આગામી 10 વર્ષ સુધી આમિર ખાન આ પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેવાનો છે. આથી જ આમિરે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' પછી કોઈ ફિલ્મ સાઈન કરી નથી. આમિરની સાથે મુકેશ અંબાણી આ ફિલ્મના કો-પ્રોડ્યુસર હશે. પહેલી સીરિઝ અદ્વવૈત ચંદન ડિરેક્ટ કરશે. અદ્વવૈતે આ પહેલાં 'સિક્રેટ સુપરસ્ટાર' ડિરેક્ટ કરી હતી. આ પહેલાં દીપિકાને દ્રૌપદીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઈમરાન ખાનને પણ રોલ ઓફર કરવામાં આવ્યા છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending