તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયંકા ચોપરાની સગાઈની પાર્ટીમાં હતી 24 કેરેટ સોનાનાં પાંદડાંવાળી 15 કિલોની કેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે 18 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. સવારે પ્રિયંકાનાં જૂહુ સ્થિત ઘરે રુદ્રાભિષેકની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યાં હતાં. પ્રિયંકાએ પોતાની સગાઈની પાર્ટીમાં સોનાના પાંદડાંવાળી કેક કાપી હતી.


15 કિલોની હતી કેકઃ
પ્રિયંકાની સગાઈની કેક શૅફ વશિષ્ઠાએ બનાવી હતી. 15 કિલોની આ કેક પર 24 કેરેટ ગોલ્ડના પાંદડાં મૂકવામાં આવ્યા હતાં. આ સિવાય કેકને ઓર્ચિડ, હાઈડ્રેજના ફૂલોથી સજાવવામાં આવી હતી. divyabhaskar.comએ જ્યારે શૅફ વશિષ્ઠાને કેક તથા ડિનરને લઈ સવાલ કરતાં તેણે આ સવાલોના જવાબ આપવાની ના પાડી હતી. તેણે કહ્યું હતું કે ચોપરા પરિવારે તેને કંઈ પણ વાત કરવાની ના પાડી છે.


પાર્ટીમાં આવ્યા આ સેલેબ્સઃ
પ્રિયંકા-નિકની સગાઈની પાર્ટીમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પતિ આયુષ શર્મા સાથે આવી હતી. આ સિવાય આલિયા ભટ્ટ, મુશ્તાક શેખ, સિદ્ધાર્થ રોય કપૂર, અનુષા દાંડેકર, સંજય લીલા ભણશાલી આવ્યા હતાં.


નિકના પિતાએ કર્યું વેલકમઃ
નિકના પિતાએ દીકરા નિક તથા પ્રિયંકાને સગાઈની શુભેચ્છા સોશ્યિલ મીડિયામાં પાઠવી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું, ''પુત્ર નિક જોનાસની સગાઈ બાદ ઘણો જ ખુશ છું. પ્રેમ તથા ઉત્સાહ સાથે પ્રિયંકા ચોપરાનું અમારા પરિવારમાં સ્વાગત કરું છું.'' તો નિકની મોમે ઈન્સ્ટાગ્રામમાં પ્રિયંકાને વેલકમ કરતાં લખ્યું હતું, ''મને તે મળી ગઈ, જેને મારું દિલ પ્રેમ કરે છે. નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરાને સગાઈની શુભકામના...''

 

 

પ્રિયંકા ચોપરાએ ભાવિ સસરાને કરી Kiss, સાસરિયાં સાથે જોવા મળ્યું જબરજસ્ત બોન્ડિંગ