ગુજ્જુ ફ્રેન્ડના લગ્નમાં આલિયાની આંખો થઈ ભીની, દુલ્હનનો હતો આવો અંદાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ પોતાની નાનપણની ફ્રેન્ડ ક્રૃપા મહેતાના ડેસ્ટિનેશન વેડિંગ માટે જોધપુર આવી છે. કૃપા મહેતાની મહેંદી, સંગીત તથા લગ્ન જોધપુરમાં યોજાશે. કૃપા મહેતા ગુજરાતી છે. આલિયા ભટ્ટ મહેંદી ફંક્શનમાં મનિષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફિટમાં જોવા મળી હતી. 21 જાન્યુઆરીની રાત્રે સંગીત સેરેમની યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ છવાઈ ગઈ હતી. તો દુલ્હન કૃપાએ પણ ભાવિ પતિ સાથે કમાલનો ડાન્સ કર્યો હતો. આલિયાએ અર્જુન કપૂરના સોંગ 'હવા હવા...' પર ગર્લ ગેંગ સાથે ડાન્સ કર્યો હતો.


આલિયાની આંખમાંથી આવ્યું પાણીઃ
સંગીત સેરેમનીમાં જ્યારે કૃપા મહેતાએ પર્ફોમન્સ આપ્યું ત્યારે આલિયા ભટ્ટની આંખમાંથી પાણી આવી ગયું હતું. બેસ્ટ ફ્રેન્ડને દુલ્હન બનીને પર્ફોમ કરતાં જોઈ આલિયા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. 


ત્રણ દિવસ ચાલશે ફંક્શનઃ
કૃપા તથા યશના લગ્નને યાદગાર બનાવવા માટે મોટા પાયે તૈયારીઓ ચાલે છે. જોધપુરની જાણીતી હોટલ સિવાય પોલો મેદાનમાં ત્રણ દિવસ સુધી વિવિધ ફંક્શન ચાલવાના છે. આ માટે દિલ્હી, મુંબઈ, અમદાવાદ તથા જોધપુરની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ રોકવામાં આવી છે. 


થોડાં સમય પહેલાં કરી હતી સગાઈઃ
જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં કૃપા મહેતા તથા યશ મહેતાની સગાઈ તથા પ્રિ-વેડિંગ પાર્ટી હતી. આ પાર્ટી સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં રહી હતી. 

 

(જુઓ, ડેસ્ટિનેશન વેડિંગમાં આલિયા ભટ્ટનો જલવો....)

અન્ય સમાચારો પણ છે...