માત્ર 15 દિવસમાં જ અક્ષયની ‘2.0’એ સલમાનની ‘રેસ-3’ને કમાણી મામલે છોડી પાછળ, પહોંચી 200 કરોડના આંકની નજીક

Akshay Kumar & Rajnikant Film 2 Point 0 Already Crossed 700 Crore Mark

divyabhaskar.com

Dec 15, 2018, 02:14 PM IST

મુંબઈઃ અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ ‘2.0’ના રીલિઝને 15 દિવસ બાદ પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ફિલ્મે બે અઠવાડિયામાં 177 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ કમાણી સાથે જ અક્ષયની ફિલ્મે સલમાન ખાનની ‘રેસ-3’ને કમાણી મામલે પાછળ છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 169 કરોડ રૂપિયા છે.

700 કરોડ રૂપિયાની કરી કમાણી


- માત્ર 15 દિવસમાં જ ફિલ્મે 700 કરોડ રૂપિયાની કમાણી વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર કરી લીધી છે. આ ફિલ્મ 540 કરોડ રૂપિયા જેટલા બજેટમાં બની છે જે મેકર્સે વસૂલ કરી લીધા છે. આ ઉપરાંત મેકર્સ દ્વારા રાઈટ્સ થકી પણ સારી એવી કમાણી રીલિઝ પહેલા જ કરી લીધી હતી.
- આંકડાઓ જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ વહેલી તકે આમિર ખાનની ફિલ્મને પછાડી ટોપ ગ્રોસર્સની લિસ્ટમાં ચોથા નંબરે આવી જશે. ઉલ્લેખનીય છે કે, આમિરની ફિલ્મ ‘પીકે’એ વર્લ્ડવાઈડ 769 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આશા છે આ અઠવાડિયે જ ‘2.0’ આમિરની ફિલ્મને પાછળ છોડી દેશે.

માત્ર રાઈટ્સ વેચી કરી હતી 370 કરોડ રૂપિયાની કમાણી


- બોલિવૂડ હંગામાની રિપોર્ટ્ અનુસાર, ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ, ડિજીટલ અને ડિસ્ટ્રીબ્યૂશન રાઈટ્સ વેચી 370 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હતી. મેકર્સે ફિલ્મના સેટેલાઈટ રાઈટ 120 કરોડમાં, ડિજીટલ રાઈટ્સ તમામ વર્ઝન (હિન્દી, તામિલ અને તેલુગુ) 60 કરોડ રૂપિયામાં વેચ્યા હતા. આ સાથે જ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં પણ અલગથી ડિસ્ટ્રીબ્યૂશન રાઈટ્સ વેચ્યા હતા. જેમાંથી 175 રૂપિયાની કમાણી કરી હતી.
- આ ફિલ્મને તૈયાર કરવા માટે વિશ્વભરના 3000 ટેક્નિશિયન અને 100 VFX આર્ટિસ્ટની મદદ લેવામાં આવી હતી. આ પ્રથમ ભારતીય ફિલ્મ છે જેને ડાયરેક્ટ થ્રીડી કેમેરા વડે જ શૂટ કરવામાં આવી હોય.

#2Point0 biz at a glance...
Week 1: ₹ 139.75 cr [8 days; released on Thu]
Week 2: ₹ 38.00 cr
Total: ₹ 177.75 cr
India biz. Note: HINDI version.
SUPER HIT.

— taran adarsh (@taran_adarsh) December 14, 2018

મોટા ભાઈએ જણાવ્યું- હનિમૂન માટે ક્યાં અને ક્યારે જશે કપિલ શર્મા અને ગિન્ની ચતરથ

X
Akshay Kumar & Rajnikant Film 2 Point 0 Already Crossed 700 Crore Mark
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી