તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GOLD એક્ટ્રેસ અને ટીવીની નાગિની મૌની રૉયને અક્ષય કુમારની ‘વોર્નિંગ’, બોલિવૂડ પાર્ટીઝમાં જવા માટે પાડી ના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અક્ષય કુમાર અને મૌની રૉયની ફિલ્મ ‘ગોલ્ડ’ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ ગઈ છે, આ ફિલ્મને ચાહકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ સાથે જ બોલિવૂડ કરિયરનો પ્રારંભ કરનારી મૌની રૉયને ખિલાડી કુમાર પાસેથી ઘણું શીખવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે ફિલ્મમાં બંગાળી વ્યક્તિ અને હોકી કોચ તપન દાસનો રોલ કર્યો છે. મૌની રૉય આ ફિલ્મ માચે ઉત્સાહિત હોવાની સાથે નર્વસ પણ હતી, આ કારણે ખિલાડી કુમાર ટીવીની નાગિન તરીકે ફેમસ થયેલ મૌનીની મદદ કરતો હતો. જોકે આ સાથે અક્કીએ મૌની રૉયને બોલિવૂડમાં કરિયર માટે એક વોર્નિંગ પણ આપી હતી.

 

 

 

બોલિવૂડ પાર્ટીઝથી દૂર રહેવા માટે અક્કીની ‘નાગિન’ને વોર્નિંગ..


- ફિલ્મ સમયે અક્ષય કુમાર દ્વારા કરવામાં આવતી મદદ પર મૌની રૉયે જણાવ્યું હતું કે,‘હા, હું તેની પાસેથી મદદ લેતી હતી. ઘણીવાર અક્ષયને ખબર પણ નહોતી કે તે મારી મદદ કરી રહ્યો છે. તે મને મારા ફિલ્મી કરિયર અંગે સૂચન પણ આપતા હતા.’
- અક્ષયને શિસ્તબદ્ધ જીવન માટે ઓળખવામાં આવે છે. તે સવારે વહેલા ઉઠીને વર્કઆઉટ કરે છે. રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે, ‘અક્ષય રાતે 10 વાગ્યા પહેલા સુઈ જાય છે અને ભાગ્યે જ બોલિવૂડ પાર્ટી અટેન્ડ કરે છે.’
- મૌનીએ જણાવ્યું હતું કે, અક્ષય કુમારે તેને બોલિવૂડ પાર્ટીઝમાં ન જવા કહ્યું છે. તેમણે પ્રોડ્યૂસરની એક્ટ્રેસ એટલે કે શિસ્તબદ્ધ બનવા કહ્યું છે. મારા કામ પ્રત્યેના સિદ્ધાંત યોગ્ય હોવા જોઈએ અને મને પોતાની લાઈન્સ તથા ડાયલૉગ્સ યાદ હોવા જોઈએ.
- ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં અક્ષય કુમાર અને મૌની રૉય ઉપરાંત કૃણાલ કપૂર, વિનીત કુમાર સિંહ, અમિત સાધ અને સની કૌશલ જેવા સ્ટાર્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. અક્કીની ફિલ્મે પ્રથમ દિવસે 25 કરોડની કમાણી કરી હતી.

 

પ્રિયંકા-નિકની સગાઈ બાદ ટૂંકસમયમાં ફેરા ફરી શકે છે વરુણ ધવન, લગ્નના સવાલ પર કહ્યું,‘બસ થોડો જ સમય છે’