નીતા-મુકેશ અંબાણીના પુત્ર આકાશની સગાઈ 30 જૂને, Antilia થશે ભવ્ય ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે 30 જૂનના રોજ મુંબઈમાં યોજાશે. સગાઈમાં અનેક બિગ સેલેબ્સ તથા હસ્તીઓ સામેલ થશે. મહેમાનોને ડિજીટલ કાર્ડથી ઈન્વિટેશન આપવામાં આવશે.


30 જૂને સગાઈઃ
ડિજીટલ કાર્ડ પ્રમાણે, શ્લોકા તથા આકાશની તસવીરો સાથે મહેમાનોને સગાઈની તારીખ તથા સમય અંગે માહિતી આપવામાં આવી છે. કાર્ડની શરૂઆત શ્લોકા તથા આકાશ અંબાણીની તસવીર તથા SA(શ્લોકા-આકાશ) નો લોગો છે. ડિજીટ કાર્ડના બેકગ્રાઉન્ડમાં સુપરહિટ ફિલ્મ 'કાઈપો છે'નું ગીતનું સંગીત વાગે છે. શ્લોકા તથા આકાશની સગાઈ એન્ટેલિયામાં થશે.


ગોવામાં થઈ હતી પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીઃ

24 માર્ચના રોજ ગોવામાં આકાશ તથા શ્લોકાની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટી થઈ હતી. આ સેરેમનીમાં આકાશ તથા શ્લોકાએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.


ડિસેમ્બરમાં લગ્નઃ
માનવામાં આવે છે કે આકાશ તથા શ્લોકા આ વર્ષના અંતે લગ્ન બંધનમાં બંધાઈ જશે.

 

 

(જુઓ, આકાશ-શ્લોકાની સગાઈનું ડિજીટલ કાર્ડ....)