અફેર્સ / આ એક્ટ્રેસિસના દિલ તોડી ચૂક્યો છે બોલિવૂડનો ‘સિંઘમ’, એક્ટરના પ્રેમમાં પાગલ રવિનાએ તો કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

Raveena Tandon And Karisma Kapoor Fall In Love With Ajay Devgan On Film Sets

divyabhaskar.com

Apr 01, 2019, 02:46 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અજય દેવગન 2 એપ્રિલના રોજ પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે. એક્શન હીરોથી લઈ કોમિક કિંગ બનવા સુધી અજય દેવગને ઈન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન બનાવ્યું છે. ઘણી સુપરહિટ ફિલ્મ્સ આપી ચૂકેલા અજય દેવગનને બોલિવૂડના ‘સિંઘમ’ તરીકે ઓળખવામાં આવે છે. તેણે ‘સિંઘમ’ અને ‘ગોલમાલ’ સીરિઝની તમામ હિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. કાજોલ અને અજયના લગ્નને 20 વર્ષ થઈ ચૂક્યા છે. અજય આજે પોતાના પરિવાર સાથે ઘણો ખુશ છે. પરંતુ એકસમય એવો પણ હતો જ્યારે અજયના અફેર ચર્ચામાં રહેતા હતા.

રવિના ટંડન-કરિશ્મા કપૂર
- આમ તો અજયનું નામ 90ના દાયકાની ઘણી ટોચની બોલિવૂડ એક્ટ્રેસિસ સાથે જોડાયું હતું. જોકે રવિના ટંડન અને કરિશ્મા કપૂર સાથેનું તેનું અફેર સૌથી વધુ ચર્ચામાં રહ્યું.
- અજય દેવગન અને રવિના ટંડનની નિકટતાના અહેવાલ ફિલ્મ ‘દિલવાલે’ના શૂટિંગ સમયથી જ ચર્ચામાં હતા. રવિના તે સમયે ઈન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસિસમાંથી એક હતી. અજય-રવિનાએ ‘દિલવાલે’ અને ‘એક હી રાસ્તા’ જેવી ફિલ્મ્સમાં એક સાથે કામ કર્યું હતું.
- રવિના અજયના પ્રેમમાં પાગલ હતી. બંનેના અફેરની વાતો અખબારો અને મેગેઝીનમાં છપાવવા લાગી હતી. રવિના ટંડન બાદ અજયનું નામ કરિશ્મા કપૂર સાથે જોડાયું હતું. આ સમયે અજય કરિશ્મા કપૂર સાથે ફિલ્મ ‘જીગર’નું શૂટિંગ કરી રહ્યો હતો. એવા અહેવાલ હતા કેરવિના અજય-કરિશ્માના અફેરની વાત સહી શકી નહીં અને તેણે સુસાઈડનો પ્રયાસ કર્યો હતો.
- વર્ષ 1994માં ફિલ્મફેરને આપેલા ઈન્ટરવિયૂમાં અજયે જણાવ્યું હતું કે, રવિનાને મનોચિકિત્સકની જરૂર છે. આ ઉપરાંત રવિના પબ્લિસિટી સ્ટંટ તરીકે તેની સાથે નામ જોડી અફેરની વાતો ફેલાવી રહી હોવાનો અજયે આરોપ લગાવ્યો હતો.
- રવિનાએ જણાવ્યું કે,"અજય અને કરિશ્માના બાળકો જેબ્રા જેવા પેદા થશે." આ વાતથી અજય ઘણો નારાજ થયો હતો.

પછી થઈ કાજોલ સાથે મુલાકાત
- આ બંને એક્ટ્રેસિસ સાથેના અફેર બાદ અજયની મુલાકાત કાજોલ સાથે થઈ હતી. બંને પ્રથમવાર ફિલ્મ સેટ પર મળ્યા હતા. અજયને કાજોલ સાથેના રોમાન્સ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે- તેને જ ખબર નથી કે આ બધુ ક્યારે થયું. તેણે ક્યારેય કાજોલને પ્રપોઝ કર્યું નથી. માત્ર મુલાકાતોથી સંબંધ આગળ વધતો ગયો.
- અંતે 24 ફેબ્રુઆરી 1999ના કાજોલ સાથે લગ્ન કર્યા હતા. કાજોલ અને અજયના લગ્નને 20 વર્ષ થઈ ચૂક્યા છે. કાજોલે એવા સમયે અજયને પોતાનો જીવનસાથી બનાવ્યો જ્યારે અજય ફિલ્મી કરિયરમાં સ્ટ્રગલ કરી રહ્યો હતો. બંને આજે ઘણા ખુશ છે અને તેમને બે બાળકો ન્યાસા અને યુગ છે.

કેટરીના બાદ સંજય દત્તે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત છે કરોડોમાં, સંજુબાબાએ કરાવ્યું પોતાની પસંદગીનું ઈન્ટિરિયર

X
Raveena Tandon And Karisma Kapoor Fall In Love With Ajay Devgan On Film Sets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી