• Gujarati News
  • National
  • Reel કરતાં પણ Realમાં વધુ સુંદર છે એશ, ચાહકે જણાવ્યા જાત અનુભવ, Abhishek Bachchan Did Not Smile But Aishwarya Rai Very Polite And Down To Earth

Reel કરતાં પણ Realમાં વધુ સુંદર છે એશ, ખૂબ જ વિનમ્ર, ચાહકે જણાવ્યા જાત અનુભવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ વિશ્વની સૌથી સુંદર સ્ત્રીમાં જેનો સમાવેશ થતો હોય અને તે જ આપણી આંખની સામે ઉભી હોય તો આપણે બસ તેની સામે જ જોતા રહીએ છીએ. આમ થવું એકદમ નોર્મલ છે. જોકે, સારો દેખાવ હોય એટલે તે વ્યક્તિનો સારો એટીટ્યૂડ પણ હોય તે વાત જરૂરી નથી પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન સુંદર તથા ડાઉન ટુ અર્થ છે. હાલમાં જ વેબસાઈટ ક્વોરા પર એક ફૅન આંકાક્ષા ગુપ્તાએ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થયેલી મુલાકાત અંગે વાત કરી હતી.


એરપોર્ટ પર હતી ઈન્ડિયન સેલિબ્રિટીઃ
આકાંક્ષા ગુપ્તાએ લખ્યું હતું, '' હું ઐશ્વર્યાને એરપોર્ટ પર મળી હતી. તે ફર્સ્ટ ક્લાસ ચેક-આઉટની લાઈનમાં ઉભી હતી. ત્યારે જ અમારા ઈકોનોમી ક્લાસની ક્યૂમાંથી કોઈએ કહ્યું કે તમે ઈન્ડિયન છો? ત્યાં લાઈનમાં એક સેલિબ્રિટી ઉભી છે, જો તમારે મળવું હોય તો.''


જોયું હતું હતી ઐશ્વર્યા રાયઃ
''હું આમ તેમ જોવા લાગી તો જોયું તો વિશ્વની સૌથી સુંદર મહિલા મારાથી થોડે ડગલાં જ દૂર ઉભી હતી અને હું તેનામાં જ ખોવાઈ ગઈ હતી. મેં તરત જ મારી મમ્મીને પેન અને પેપર શોધવાનું કહ્યું. મારી મમ્મી પર્સમાં જોવા લાગી. ઐશ્વર્યા સાથે એક લાંબો વ્યક્તિ ઉભો હતો. તે બીજું કોઈ નહીં પણ અભિષેક બચ્ચન હતો. તેઓ જવાની તૈયારીમાં જ હતાં અને તેઓ સહેજ પણ રૂડ લાગતા નહોતાં. મારી મમ્મીએ કહ્યું કે પહેલાં અભિષેકના ઓટોગ્રાફ લેજે અને પછી ઐશ્વર્યા રાયનાં.''


અભિએ ના આપી સ્માઈલઃ
આકાંક્ષા ઉમેરે છે, ''હું તરત જ અભિષેક પાસે ઓટોગ્રાફ લેવા ગઈ. તેણે ના સ્માઈલ આપી કે ના મારું નામ પૂછ્યું. બસ પેપર પર કંઈક લખ્યું અને જતો રહ્યો. આ સમયે મારી મોમ ઐશ્વર્યા સાથે વાત કરતી હતી. ઐશ્વર્યાએ ટી-શર્ટ તથા જીન્સ પહેર્યું હતું. સહેજ પણ મેક-અપ કર્યો નહોતો. તે ઘણી જ સહજતા સાથે સ્માઈલ આપીને મારી મોમ સાથે વાત કરતી હતી. જીવનમાં આ ક્ષણ ક્યારેય ભૂલી શકીશ નહીં. આટલી પ્રિટી મહિલા મેં ક્યારેય જીવનમાં જોઈ નથી. એક સેકન્ડ માટે પણ હું મારી આંખ પલકારી શકી નહીં. પર્ફેક્ટ આંખો, મેજીકલ સ્માઈલ, રૂં જેવા કોમળ હાથ..હું બસ તેને જ જોતી રહી ગઈ હતી. ઓટોગ્રાફ આપતા પહેલાં તેણે મારું નામ પૂછ્યું. હું કહી નથી શકતી કે મને તેના પ્રત્યે કેટલો આદર છે.''


એકદમ ડાઉન ટુ અર્થઃ
આકાંક્ષા આગળ કહે છે, ''ઐશ્વર્યા ઘણી જ પ્રિટી છે, તે વાતમાં કોઈ જ અતિશયોક્તિ નથી. વાસ્તવમાં ઓન-સ્ક્રિન કરતાં પણ રિયલ લાઈફમાં ઐશ્વર્યા ઘણી જ સુંદર લાગે છે. તે પતિ કરતાં ઘણી જ વિન્રમ છે. તે ઘણી જ સ્માર્ટ તથા માયાળું છે. તે સામેની વ્યક્તિમાં આંખોમાં આંખ મિલાવીને વાત કરે છે. ''


અન્ય ચાહકે કહી આ વાતઃ
ક્વોરા પર જ દર્શન એમ નાગેશે ઐશ્વર્યા સાથેની મુલાકાત અંગે વાત કરી હતી. તેણે કહ્યુ હતુ, ''એક ઈવેન્ટમાં મારા ફ્રેન્ડે ઐશ્વર્યા રાયના પીઆર અર્ચના સદાનંદ પાસે એક્ટ્રેસને મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ઐશ્વર્યા જ્યારે સ્ટેજ પર હતી, ત્યારે મારો આ ફ્રેન્ડ સામેની રોમાં જ બેઠો હતો. ઐશ્વર્યા જાતે મળવા આવી હતી અને જ્યારે તેણે ફોટો માટે વિનંતી કરી ત્યારે મારા ફ્રેન્ડ પાસે ઐશ્વર્યાએ ફોન માંગ્યો અને જાતે જ સેલ્ફી ક્લિક કરી હતી. તે ઘણી જ ડાઉન ટુ અર્થ છે.''