તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Aishwarya Rai Bachchan Walked On The Ramp For Manish Malhotra In Doha Fashion Weekend

જ્યારે પ્રિન્સેસ લુકમાં રેમ્પ પર ઉતરી ઐશ્વર્યા, સાથે જોવા મળી દીકરી આરાધ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ દોહામાં ફેશન વિકેન્ડ ઈન્ટરનેશનલ 2018માં રેમ્પ પર એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનો આગવો ઠાઠ જોવા મળ્યો હતો. ઐશ્વર્યા ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના વ્હાઈટ અને રેડ રંગના ગાઉનમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. શોમાં ઐશ્વર્યા રાય પ્રિન્સેસ લુકમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ સોશ્યિલ મીડિયા પર શોની ઘણી તસવીરો શેર કરી હતી.

 

સાથે હતી દીકરી આરાધ્યા બચ્ચન...


- આ સમયે આરાધ્યા બચ્ચન પણ માતા સાથે જોવા મળી હતી. આરાધ્યા અને ઐશ્વર્યા વચ્ચેન શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી. ઐશ્વર્યાએ દીકરી સાથેની પણ એક તસવીર શેર કરી હતી.
- આરાધ્યાએ મૉમ ઐશ્વર્યા જેમ ગાઉન પહેરી રેમ્પ વૉક કર્યું હતું. માતા-દીકરી એકબીજાને કિસ કરતા પણ જોવા મળ્યા હતા.
- ઐશ્વર્યા અને આરાધ્યાની કેમિસ્ટ્રી સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા મોટાભાગના શોમાં દીકરીને સાથે લઈ જાય છે.
- ઐશ્વર્યાને 8 સપ્ટેમ્બરના અમેરિકામાં યોજાયેલા Women in Film and Television (WIFT) India Awardsમાં મેરિલી સ્ટ્રીપ એક્સિલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ઐશ્વર્યાને ચીયર કરતી આરાધ્યાની તસવીર અભિષેક બચ્ચને સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી.
- વર્કફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘ગુલાબ જામુન’માં જોવા મળશે. ઐશ્વર્યા તાજેતરમાં ફિલ્મ ‘ફન્ને ખાન’માં જોવા મળી હતી.

 

વિનોદ ખન્ના બર્થડેઃ જ્યારે પિતાને કહ્યું હતું કે- એક્ટિંગ કરવી છે, ત્યારે જવાબ મળ્યો હતો ‘ગોળી મારી દઈશ’, એક શરતે આપી હતી મંજૂરી