• Gujarati News
  • National
  • Sonali Bendre Is Battling With Cancer In New York Posted Video With Emotional Message

દીકરા રણવીરને મિસ કરી રહી છે સોનાલી બેન્દ્રે, 13માં જન્મદિવસે લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- ‘આ તારો પ્રથમ એવો બર્થડે, જ્યારે હું સાથે નથી’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સોનાલી બેન્દ્રે હાલ યુએસમાં કેન્સરની સારવાર મેળવી રહી છે. આ દરમિયાન તેણે દીકરા રણવીરના 13મા જન્મદિવસે ઈમોશનલ પોસ્ટ લખી હતી. મેસેજ સાથે સોનાલીએ એક વીડિયો ક્લિપ પણ શેર કરી હતી, જેમાં મા-દીકરાની ઘણી સિલેક્ટેડ તસવીરો જોવા મળી રહી છે. સોનાલીએ દીકરાને લખેલા મેસેજમાં કહ્યું હતું કે,"આ તારો પ્રથમ એવો જન્મદિવસ છે, જ્યારે હું તારી સાથે નથી."

 

દીકરાને મિસ કરી રહી છે સોનાલી બેન્દ્રે


- સોનાલીએ ઈમોશનલ મેસેજમાં લખ્યું હતું કે,"રણીવર, મારો સૂર્ય, મારો ચંદ્ર, મારો ચમકતો તારો અને મારો આકાશ..! કદાચ હું થોડી વધુ પડતી મેલોડ્રામેટિક બની રહી છું પરંતુ તારો 13મો જન્મદિવસ આ બધુ ડિઝર્વ કરે છે."
- "WOW ફાઈનલી તું ટીનેજર બની ગયો. મને થોડો સમય જોઈશે મગજમાં આ વાત ફિટ કરવા માટે કે તું હવે ટીનેજર છે. હું તને જણાવી શકતી નથી કે મને તારી પર કેટલો ગર્વ છે."
- "તારી બુદ્ધિ, મનોવૃત્તિ, તાકાત, દરિયાદિલી અને તોફાની સ્વભાવ. હેપ્પી બર્થડે My Not-So-Little One...આ પ્રથમવાર છે જ્યારે આપણે બંને સાથે નથી. હું તને ઘણો મિસ કરી રહી છું. અઢળક પ્રેમ અને biiiig hug."

 

પુસ્તકો વાંચી સમય પસાર કરી રહી છે સોનાલી


- કેન્સરની સારવાર દરમિયાન સોનાલી ઘણા પુસ્તકો વાંચી રહી છે. તેની એક તસવીર સામે આવી હતી જેમાં સોનાલી એક બુક સ્ટોરમાં જોવા મળી રહી છે. 
- અમુક દિવસ પહેલા તેની મિત્રોએ પણ સોનાલીને ઘણા પુસ્તકો ભેટમાં આપી હતી. બોલિવૂડથી રીતિક રોશન, સુઝૈન ખાન અને ગાયત્રી જોશી તાજેતરમાં સોનાલીને મળવા અને સ્વાસ્થ્યની જાણકારી લેવા પહોંચ્યા હતા. સોનાલીએ મિત્રો સાથે ફ્રેન્ડશિપ ડે પણ સેલિબ્રેટ કર્યો હતો.
- સોનાલી બુક લવર હોવા ઉપરાંત એક રાઈટર પણ છે. માતા બન્યા બાદ સોનાલીએ પોતાના અનુભવોને એક પુસ્તકમાં સ્થાન આપ્યું હતું. આ પુસ્તકનું નામ "ધ મોર્ડન ગુરુકુલઃ માઈ એક્સપેરિમેન્ટ વિધ પેરેંટિંગ" હતું.

 

Khatron Ke Khiladi 9થી બહાર થયો હર્ષ લિમ્બાચિયા, કોમેડિયન પત્ની ભારતી સિંહ હજુપણ રેસમાં સામેલ