‘મોહબ્બતેં’ની એક્ટ્રેસના 7 વર્ષના બાળકને મારી નાંખવાની ધમકી મળી, ઐશ્વર્યાની ભાભી વચ્ચે પડી તો કહ્યું,‘તમે તમારું કામ કરો’

Actress Preeti Jhangiani Registered Police Complaint Against That Person

divyabhaskar.com

Sep 08, 2018, 01:04 PM IST

મુંબઈઃ સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતેં’થી બોલિવૂડ ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ પ્રીતિ ઝંગિયાનીના 7 વર્ષના દીકરા જયવીરને મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. એક્ટ્રેસે આ બાબતે લેખિત પોલીસ ફરિયાદ પણ કરી છે. પ્રીતિના પતિ પ્રવીણ ડબાસે ખાર પોલીસમાં આરિફ સિદ્દીકી નામના એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સંપૂર્ણ ઘટના વિશે પ્રીતિએ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી છે.

પૌત્રએ ફરિયાદ કરતા રોષે ભરાયેલા દાદાએ કર્યું ખરાબ વર્તન


- પ્રીતિએ જણાવ્યું હતું કે,"મારો દીકરો જયવીર ખારમાં આવેલા શિવસ્થાન એપાર્ટમેન્ટના પાર્કમાં અમુક મિત્રો સાથે રમવા ગયો હતો. ત્યાં અમુક અંતરે બિલ્ડિંગના બાળકો પણ હતા. તમામ ફૂટબોલ રમી રહ્યાં હતા, આ સમયે બાળકોમાં કોઈ બાબતે બોલાચાલી થઈ. જે પછી એક બાળકે મારા દીકરાને પેટમાં મુક્કો માર્યો. જેની પર મારા દીકરાએ તેને ‘બેવકૂફ’ કહી દીધો હતો. જે પછી જે બાળક પર મારા બાળકે હાથ ઉપાડ્યો હતો તેણે પોતાના માતા-પિતાને ઘટનાની જાણ કરી. તે પછી બાળકના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને તેમણે કોઈની વાત સાંભળ્યા વગર મારા બાળકને ગાળો આપી અને તેને મારી નાંખવાની ધમકી આપી."

ઐશ્વર્યાની ભાભીએ અટકાવ્યા તો તેમની પર પણ ભડક્યો...


- આ મામલે ત્યાં હાજર રહેલી ઐશ્વર્યાની ભાભી અને ફેશન બ્લોગર શ્રિમાએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો તો તે આરિફ સિદ્દીકીએ તેમને કહ્યું કે,"તમે વચ્ચે ના બોલો, પોતાનું કામ કરો."
- પ્રીતિએ કહ્યું હતું કે,"બાળકોમાં ઘણીવાર નાના-મોટા ઝઘડા થાય છે, પરંતુ મારા અને મારા પતિ ક્યારેય તેમાં પડતા નથી. પરંતુ જે વ્યક્તિને મહિલાઓ સાથે વાત કરવા અંગેના સંસ્કાર ન હોય, તેને પાઠ ભણાવવો જરૂરી છે. આ જ કારણ છે કે અમે પોલીસ ફરિયાદ નોંધાવી."

પ્રીતિએ કહ્યું,"ડરેલા દીકરાએ ખાવા-પીવાનું છોડી દીધું"


- આ મામલે પ્રીતિએ જણાવ્યું હતું કે,"મારા 7 વર્ષના દીકરાને મારી નાંખવાની ધમકી મળ્યા બાદથી તે ડરેલો છે. ત્યાંસુધી કે સ્કૂલે નથી જઈ રહ્યો અને ખાવા-પીવાનું પણ છોડી દીધું છે. અમે માંડ તેને સ્કૂલે જવા માટે મનાવ્યો હતો."

બોલિવૂડમાં એન્ટ્રી કરશે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા? ‘દબંગ ખાન’ની ફિલ્મમાં મળી શકે છે તક

X
Actress Preeti Jhangiani Registered Police Complaint Against That Person
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી