લાડકવાયો 21 મહિનાનો થયા બાદ કરિના હવે વિચારશે બીજા બાળક અંગે, બેસ્ટ ફ્રેન્ડ અમૃતાએ કહ્યું.‘બેબો જ્યારે પ્રેગ્નન્ટ થશે ત્યારે હું દેશ છોડી દઈશ’

Best Friend Bebo Scared By Her Decision Of Second Pregnancy

divyabhaskar.com

Sep 11, 2018, 12:30 PM IST

મુંબઈઃ કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાન તાજેતરમાં ફેમિલી હોલિડે એન્જોય કરી માલદીવથી મુંબઈ પરત ફર્યા છે. હવે કરિના અંગે એવી ચર્ચાઓ છે કે તે બીજા બાળકનું પ્લાનિંગ કરી રહી છે. વાસ્તવમાં કરિના તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા સાથે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાના શો "Starry Nights 2.Oh!"માં પહોંચી હતી. આ ચેટ શોમાં કરિનાએ ખુલાસો કર્યો હતો કે તે અને સૈફ બીજા બાળકની પ્લાનિંગ કરી રહ્યાં છે.

કરિનાની પ્રેગ્નન્સી પર ફ્રેન્ડ અમૃતાએ આપ્યું આવું રિએક્શન


- 21 મહિનાનો કરિનાનો લાડકવાયો તૈમૂર ઈન્ડસ્ટ્રીમાં સૌથીવધુ મીડિય ફ્રેન્ડલી સ્ટાર કિડ છે. એવામાં ચેટ શોમાં બીજા બાળક અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે, 2 વર્ષ બાદ તે બીજા બાળકનું પ્લાનિંગ કરશે.
- કરિનાનો જવાબ સાંભળી અમૃતા અરોરાએ જણાવ્યું કે,"મે કરીનાને કહી દીધું છે કે તે બીજીવાર પ્રેગ્નન્ટ થવાનો નિર્ણય કરે તો મને જણાવી દે, કારણ કે હું આ દેશ છોડી દઈશ."
- વાસ્તવમાં કરીનાએ પ્રેગ્નન્સી દરમિયાન સૌથીવધુ સમય બેસ્ટ ફ્રેન્ડ અમૃતા સાથે પસાર કર્યો હતો. તે ત્યારે પણ પોતાના ફેશનેબલ લુક માટે ટ્રેન્ડ સેટર બની હતી.
- કરિનાએ પોતાની પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ શરૂ રાખ્યું હતું અને તે તમામ મહિલાઓ માટે ટ્રેન્ડ સેટર બની હતી. તેણે ફેશન શોમાં બેબી બમ્પ સાથે રેમ્પ વોક પણ કર્યું હતું. તે પછી વજન ઘટાડીને પણ મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની.
- ઉલ્લેખનીય છે કે, કરિનાએ તૈમૂરને 20 ડિસેમ્બર 2016ના રોજ જન્મ આપ્યો હતો. તૈમૂર પોતાની ક્યૂટનેસ અને શાર્પ ફીચર્સના કારણે તમામ સ્ટારકિડ્ઝમાં ફેવરિટ છે.

શાહિદ સાથે બ્રેકઅપ બાદ સૈફની સાથે કરિનાની નિક્ટતા વધી હતી


- પહેલા અફેર અને પછી લિવ-ઈન તથા પાંચ વર્ષના રિલેશનશિપ બાદ કરિના-સૈફએ 2012માં લગ્ન કરિનાલીધા હતા. એક બાજુએ કરિના બોલિવૂડના સૌથી પ્રભાવશાળી કપૂર પરિવારમાં જન્મી હતી, જ્યારે સૈફ રૉયલ પરિવારના નવાબ મંસૂર અલી ખાન પટૌડી તથા શર્મિલાનો દીકરો હતો.
- વાસ્તવમાં 2007 આસપાસ શાહિદ-કરિનાના બ્રેકઅપ બાદ કરિના કપૂર સૈફની નજીક થઈ. ફિલ્મ ‘ઓમકારા’ દરમિયાન બંનેના સાથે ઘણા ઓછા સીન હોવાછતાં તેઓ ઘણીવાર સાથે જોવા મળતા હતા.
- બંનેના સાથે સીન ન હોય તો પણ તેઓ સેટ પર સાથે રહેતા હતા. ઓમકારા બાદ સૈફ-કરિનાની નિક્ટતા યશરાજની ફિલ્મ ‘ટશન’માં જોવા મળી. શૂટિંગ સમયે બંને લોન્ગ વોક પર જતા હતા. બંનેના અફેરની ગોસિપ થવા લાગી પણ તેમણે તેનો જલ્દી સ્વીકાર કર્યો નહીં.

‘લવ જેહાદ’ પર બોલી હતી કરિના કપૂર


- લેક્મે ફેશન વીકમાં પ્રથમવાર સૈફ-કરિના સાથે એક જ કારમાં આવ્યા હતા. અહીં સૈફે કરિના સાથેની ડેટિંગની વાત સ્વીકારી હતી. 2010માં તેમના લગ્ન અંગેના અહેવાલ આવ્યા પણ આ વાતને પછી ખોટી પણ ગણાવવામાં આવી.
- અમુક કટ્ટરવાદી સંગઠનોએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવ્યા હતા. જેની પર કરિનાએ જવાબ આપ્યો હતો કે,"હું લવમાં વિશ્વાસ રાખું છું ‘લવ જેહાદ’માં નહીં. મને લાગે છે પ્રેમ એવી વસ્તુ છે, જેની કોઈ ભાષા નક્કી કરી શકાતી નથી. તેમાં એક ઝનૂન, લાલસા અને ઘણું કંઈ છે."
- "પ્રેમ વચ્ચે કોઈ ધર્મની દિવાલ હોતી નથી. હવે જો એક હિન્દુ યુવક છે અને તે કોઈ મુસ્લિમ યુવતી સાથે પ્રેમ કરે છે, તો તમે તેને રોકી શકતા નથી. તમે કોઈને પૂછીને પ્રેમ કરતા નથી."

KBC-10: ચોથા ધોરણના સવાલનો જવાબ ન આપી શકી ટીચર, લેવી પડી લાઈફલાઈન

X
Best Friend Bebo Scared By Her Decision Of Second Pregnancy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી