જાહન્વી કપૂરે પહેરી એકદમ મોંઘી ટી-શર્ટ, ઢીલી-ઢીલી રહેતી આ ટી-શર્ટ પર લખી હતી રસપ્રદ વાત

divyabhaskar.com

Sep 11, 2018, 04:42 PM IST
Actress Jhanvi Kapoor And Her Father-Sister Spotted On Airport

મુંબઈઃ જાહન્વી કપૂર સોમવાર સાંજે મુંબઈ એરપોર્ટ પર પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે જોનવા મળી હતી. ઓવરસાઈઝ વ્હાઈટ સ્લોગન ટી-શર્ટ અને રિપ્ડ જીન્સમાં જોવા મળી હતી. તેની સામાન્ય લાગતી આ કુલ ટી-શર્ટની કિંમત 295 ડોલર એટલે કે અંદાજે 21,386 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. તેની ટી-શર્ટ પર એક રસપ્રદ વાત પણ લખી હતી. તેની પર લખ્યું હતું કે,"I didn’t know what to wear today, so I put on this designer t-shirt." ઉલ્લેખનીય છે કે, કપૂર પરિવાર વોશિંગ્ટનથી પરત ફર્યું છે. જ્યાં તેઓ ફિલ્મ ફેસ્ટિવમાં સામેલ થવા પહોંચ્યા હતા જેમાં જાહન્વીને સન્માનિત કરવામાં આવી હતી.

માતાના કપડા પણ પહેરે છે જાહન્વી


- અમુક દિવસ પહેલા જાહન્વીને શ્રીદેવીના એક જુના સલવાર-સૂટમાં જોવામાં આવી હતી. જાહન્વીએ સૂટના પ્રિન્ટેડ પિંક દુપટ્ટાને માતાની જેમ જ કેરી કર્યો હતો.
- નિધન બાદ શ્રીદેવીને ફિલ્મ ‘મૉમ’ માટે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ લેવા બોની તથા બંને દીકરીઓ સાથે ગઈ હતી.
- આ દરમિયાન પણ જાહન્વીએ ક્રીમ એન્ડ રેડ કલરની શ્રીદેવીની એક જુની સાડી પહેરી હતી. જેમાં તે ઘણી ગોર્જીયસ લાગી રહી હતી.
- ‘ધડક’થી બોલિવૂડ ડેબ્યૂ કરી ચૂકેલી જાહન્વી કપૂર ટૂંકસમયમાં કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. આ દરમિયાન ચર્ચા છે કે, જો કરન જોહર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની સીક્વલ બનાવવા અંગે કામ કરશે તો તે જાહન્વીને પણ ફિલ્મ માટે સાઈન કરશે.
- વાસ્તવમાં કરને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો તે ‘કુછ કુછ હોતા હૈ’ની સીક્વલ બનાવશે તો તેમાં જાહન્વી કપૂર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને કાસ્ટ કરશે.

KBC-10: ચોથા ધોરણના સવાલનો જવાબ ન આપી શકી ટીચર, લેવી પડી લાઈફલાઈન

X
Actress Jhanvi Kapoor And Her Father-Sister Spotted On Airport
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી