અક્ષય કુમારની 'ગોલ્ડ'માં છવાયેલો હિંમત સિંહ છે વિકી કૌશલનો નાનો ભાઈ સની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ રીલિઝ થઈ ચૂકી છે. જેમાં ભારતના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની કહાણી શાનદાર રીતે દેખાડવામાં આવી છે. તેમાં અક્ષય કુમારની સાથે અમિત સાધ, કૃણાલ કપૂર, વિનિત સિંઘ અને મૌની રૉય પણ છે. સનીએ જણાવ્યું હતું કે, તેમની ટીમમાં ભાઈઓ જેવી બોન્ડિંગ હતી, બધા એક્ટર્સ તેનું ધ્યાન રાખતા અને તે પણ તેમનો સાથ આપતો હતો. અક્કીની ‘ગોલ્ડ’માં હિંમત સિંહના રોલથી છવાયેલો સની કૌશલ એક્ટર વિકી કૌશલનો નાનો ભાઈ છે. 

 

 

 

બલબીર સિંહના રોલમાં છે સની


- સનીનો ‘ગોલ્ડ’ ફિલ્મમાં હિંમત સિંહનો રોસ વાસ્તવિક લાઈફના હોકી લિજેન્ડ બલબીર સિંહથી પ્રેરિત હોવાનું સામે આવ્યું છે.
- બલબીર સિંહને ઓલ્મિપિકમાં ક્વાટર ફાઈનલ અને સેમિ ફાઈનલ મેચમાં ટીમની બહાર રાખવામાં આવ્યો હતો અને બંને મેચોમાં ભારતીય ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. 
- અંતે બ્રિટન વિરુદ્ધની ફાઈનલ મેચમાં બલબીર સિંહને ટીમમાં ફરી સામેલ કરવામાં આવ્યો હતો અને તેમણે ભારતીય ટીમે કરેલા 4 માંથી 2 ગોલ કર્યા હતા અને ભારતે મેચ જીતી દેશ માટે ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ જીત્યો હતો.

 

GOLDથી ઘણું શીખવા મળ્યું...


- વિકી કૌશલનો નાનો ભાઈ પોતાના મોટા ભાઈની છબિથી અલગ રહીને એક્ટિંગ થકી બોલિવૂડમાં આગવી ઓળખ ઉભી કરવા માગે છે. 
- 28 વર્ષીય એક્ટરે ‘સનસાઈન મ્યૂઝિક ટૂર્સ એન્ડ ટ્રાવેલ’ થકી ડેબ્યૂ કર્યું, જોકે તેમા તેની નોંધ લેવાય નહોતી. હવે તે હિંમત સિંહના રોલ થકી ‘ગોલ્ડ’માં ચમકી રહ્યો છે.
- સનીએ જણાવ્યું હતું કે,"ગોલ્ડને કારણે હવે મને હોકી તો આવડે છે. આ ફિલ્મે મને સંપૂર્ણ રીતે ચેન્જ કરી દીધો છે તેમ કહું તો ખોટું નથી. આ ફિલ્મને વધુ વિનમ્ર બનાવી દીધો છે. હું આ ઉમદા તક મળી તેનો આભારી છું. મારા માટે ફિલ્મ્સ લર્નિંગ ગ્રાઉન્ડ છે અને તે માત્ર એક્ટિંગ જ નહીં પણ ઘણી વસ્તુઓ શીખવે છે."
- "હોકીની રમત શીખવું અઘરો ટાસ્ટ હતો પરંતુ મારા માટે સૌથી મુશ્કેલ મારો લુક રહ્યો હતો. મે દાઢી અને વાળ વધાર્યા હતા અને તે રિયલ લાગે તે માટે ઘણા સમય સુધી વધવા દેવા પડ્યા હતા. મારી સ્કિન તેનાથી ટેવાયેલી નહોતી તેથી ઘણી સમસ્યા થતી હતી. ઘણીવાર સ્ટાયલિશને તે વધુ સહન થઈ શકે તેમ ન હોવાનું કહેવાની ઈચ્છા થતી હતી. મને માથા પર ઘણા સ્ક્રેચ પણ થયા હતા. જોકે આ બધી વાતને બાદ કરતા કામ કરવાની ઘણી મજા આવી."

 

વિકી કૌશલના ભાઈ હોવું ‘આશીર્વાદ’


- સની કૌશલે જણાવ્યું હતું કે,"દરેક લોકો વિકી કૌશલના ભાઈ હોવાને કારણે દબાણ અને હરીફાઈ રહેવાની વાતો કરી રહ્યાં છે. પરંતુ મારા મતે વિકીના ભાઈ હોવું એ આશીર્વાદની વાત છે. હું તેમનાથી ઘણું શીખ્યો છું."
- "તેમનો સંઘર્ષ અને મહેનત મને પ્રેરિત કરે છે. તે સાથે કહી જાય છે કે બંને ભાઈઓ વચ્ચે સ્પર્ધાને કોઈ સ્થાન નથી. વિકી, હું અને માતા-પિતા, અમે ઘરે ફિલ્મ્સ અને ઈન્ડસ્ટ્રી સંબંધે વાત કરીએ છીએ. તે ખરેખર આનંદદાયક સમય હોય છે."
- સની કૌશલ વેબ સીરિઝ (ઓફિશિયલ ચૂક્યાગિરી)નો ભાગ રહી ચૂક્યો છે. તેના મતે એક એક્ટરને વેબ સીરિઝ અને ફિલ્મના મીડિયમથી કોઈ ફરક પડતો નથી. તેણે તો માત્ર એક્ટિંગ કરવાનું કામ કરવાનું હોય છે. 
- સની ટીવી સીરિયલ્સમાં કામ કરવા માટે રસ ધરાવતો નથી. તેના મતે નાના સમયમાં પૂર્ણ થતા પ્રોજેક્ટમાં કામ કરવું વધુ ગમે છે.

 

પ્રથમવાર સોનાલી બેન્દ્રેના દીકરા રણવીરે માતા વગર સેલિબ્રેટ કર્યો બર્થડે, સોશ્યિલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ