તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પત્ની સુનિતા સાથે રોમેન્ટિક અંદાજમાં 61 વર્ષીય અનિલ કપૂર, નવી તસવીરમાં Real Ageથી લાગ્યો વધુ યંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ અનિલ કપૂર જર્મનીમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. 61 વર્ષીય અનિલે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પત્ની સુનિતા સાથે રોમાંટિક અવતારમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે,"એક કપલ જેનું યુવા દિલ પ્રેમમાં છે અને હંમેશા રહેશે." તસવીરમાં અનિલ કપૂર પોતાની રિયલ વય કરતા નાના જોવા મળ્યો રહ્યાં છે. તેમને જોઈ કહેવું મુશ્કેલ છે કે, બોલિવૂડ એક્ટરે 60 વર્ષની વયનો આંક પાર કરી લીધો છે.

 

પત્ની સિવાય નથી રહ્યું કોઈની સાથે અફેર


- તાજેતરમાં અનિલ કપૂર સલમાન ખાનના શો ‘દસ કા દમ’માં ગયો હતો. તે સમયે સલમાન ખાને જણાવ્યું હતું કે, અનિલ કપૂર પત્ની સુનિતા સિવાય કોઈના પ્રેમમાં પડ્યો નથી.
- 34 વર્ષ પહેલા 1984માં અનિલ કપૂરે સુનિતા સાથે લગ્ન કર્યા હતા. જોકે તેમની લવ સ્ટોરી તેનાથી અમુક વર્ષ પહેલા જ શરૂ થઈ ગઈ હતી.
- અનિલ કપૂર જ્યારે સુનિતાના પ્રેમમાં પડ્યો ત્યારે તે એક સુપર મૉડલ હતી અને અનિલ કપૂર સ્ટ્રગલિંગ એક્ટર. સ્થિતિ એવી હતી કે અનિલ કપૂર પાસે ટેક્સીનું ભાડું ચૂકવવાના પૈસા પણ નહોતા રહેતા.

 

એકસમયે અનિલ કપૂરનો ખર્ચ પણ ઉઠાવતી સુનિતા


- અનિલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સુનિતાએ ફોન પર વાત કરતા સમયે તેને મળવા કહ્યું હતું. આ સમયે સુનિતાએ પ્રશ્ન કર્યો કે, આવતા કેટલી વાર લાગશે? ત્યારે તેણે 2 કલાકનું કહ્યું તો સુનિતાએ આટલો સમય કેમ તેવો પ્રશ્ન કર્યો હતો. આ સમયે તેણે જણાવ્યું હતું કે, બસમાં આવતા આટલી વાર તો થશે જ.
- બસમાં કેમ? તેવા પ્રશ્નના જવાબમાં અનિલે જણાવ્યું હતું કે, તેની પાસે ટેક્સીના પૈસા નથી. આ સમયે સુનિતાએ અનિલને ટેક્સીમાં આવો હું પૈસા આપીશ તેમ કહી બોલાવ્યો હતો. જે પછી તેઓ બસ અને ટેક્સીમાં ઘણીવાર ફરતા હતા. 
- સુનિતા જાણીતી મૉડલ હોવાછતાં તેને બસમાં મુસાફરી કરવાનો વાંધો નહોતો. તે જ અનિલનો સંપૂર્ણ ખર્ચ ઉપાડતી હતી.

 

બેવાર ટાળ્યા હતા લગ્ન


- કરિયરના પ્રારંભિક સમયમાં અનિલને ફિલ્મ્સમાં નાના-મોટા રોલ જ મળતા હતા. અનિલે ‘હમારે-તુમ્હારે’ (1979) અને ‘શક્તિ’ (1982) જેવી ફિલ્મ્સમાં સાઈડ રોલ કર્યા હતા.
- અનિલને 1983માં ફિલ્મ ‘વો સાત દિન’માં લીડ રોલ મળ્યો, આ ફિલ્મ સુપરહિટ રહી. જે પછી 1984માં ‘મશાલ’ ફિલ્મે તેને ઘણી લોકપ્રિયતા અપાવી. 
- આ દરમિયાન અનિલે સુનિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેના પરિવારજનોને લગ્નથી વાંધો નહોતો. જોકે તેના બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સામેલ મિત્રોને આ લગ્નથી વાંધો હતો. તેમણે અનિલને સલાહ આપી હતી કે, લગ્ન કરવાથી તેનું કરિયર પૂર્ણ થઈ જશે. મિત્રોની સલાહ પર અનિલે બે વખત લગ્ન ટાળી દીધા હતા.
- જ્યારે અનિલે બીજી વખત લગ્ન ટાળ્યા સુનિતાએ આ અંગે વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ‘આવું નહીં ચાલે.’ 

 

‘મેરી જંગ’ની સાઈનિંગ અમાઉન્ટ મળતા જ કર્યા લગ્ન


- એક ઈન્ટરવ્યૂમાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે, અમુક મિત્રોના કહેવાથી અને આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાથી બે વખત લગ્ન ટાળ્યા હતા. ઘણી મહેનત બાદ તેને સુભાષ ઘાઈની ફિલ્મ ‘મેરી જંગ’ મળી હતી.
- તેણે આ ફિલ્મ સાઈન કરી કે, તુરંત જ તેને સાઈનિંગ અમાઉન્ટ મળી હતી અને અનિલે લગ્નનો નિર્ણય કર્યો. ફિલ્મ સાઈન કરવાના બીજા જ દિવસે અનિલે સુનિતા સાથે લગ્ન કર્યા હતા.
- ફિલ્મ ‘મેરી જંગ’ 1985માં રીલિઝ થઈ અને હિટ રહી હતી. અનિલ-સુનિતાના 3 બાળકો સોનમ કપૂર, રિયા કપૂર અને હર્ષવર્ધન કપૂર છે.

 

અનિલ માટે સુનિતાએ છોડ્યું મૉડલિંગ


- લગ્ન બાદ સુનિતાએ અનિલના કરિયરને જ પોતાનું કરિયર માની લીધું. સુનિતાએ ઘર સંભાળ્યું અને અનિલને સાથ આપ્યો. તે અનિલ માટે ડ્રેસ ડિઝાઈન કરવાથી લઈ તેની સાથે શૂટિંગ માટે વિદેશ પણ જતી હતી.

 

જાસૂસ બની બાળકોનાં કિડનેપિંગ કેસ સોલ્વ કરશે ઈમરાન હાશ્મી, ટૉપ ડિટેક્ટિવ સૂંર્યકાંત ભાંડે પાટિલની લાઈફ સ્ટોરી છે ‘Father’s Day’