Bollywood / એકસમયે ઘર છોડી ભાગી ગયો હતો આમિરનો ભાઈ ફૈઝલ, બોલિવૂડમાં કરી રહ્યો છે કમબેક, વાઈરલ તસવીરમાં ઓળખવો થયો મુશ્કેલ, યુઝર્સે કહ્યું-‘આ આમિર છે કે તેનો ડુપ્લિકેટ’

Fans Don't Recognize Faisal Khan Who is Going To Make Comeback After Many Years

divyabhaskar.com

Jan 16, 2019, 12:48 PM IST

મુંબઈઃ આમિર ખાનનો નાનો ભાઈ ફૈઝલ ખાન બોલિવૂડમાં ફિલ્મ ‘ફેક્ટ્રી’ થકી કમબેક કરવા જઈ રહ્યો છે. આ ઉપરાંત તે હવે એક સિંગર પણ બની ગયો છે. ફૈઝલની એક તસવીર સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તેને ઓળખવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે. યુઝર્સ ફૈઝલને આમિરનો ભાઈ પણ આમિર જ સમજી રહ્યાં છે. એક યુઝરે તો કહ્યું હતું કે,‘આ આમિર ખાન છે કે તેનો ડુપ્લિકેટ’. ઉલ્લેખનીય છે કે, ફૈઝલ એક દિવસ કોઈને કહ્યાં વગર ઘર છોડીને ભાગી ગયો હતો. જે પછી જાતે જ ઘરે પરત આવી ગયો હતો.

સિંગર પણ છે ફૈઝલ


- ‘ફેક્ટ્રી’થી કમબેક કરવા જઈ રહેલા ફૈઝલે ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે ગીત પણ ગાયું છે.
- એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથેવી વાતચીતમાં ફૈઝલે કહ્યું હતું કે,"ફિલ્મ ‘ફેક્ટ્રી’મારું ડ્રીમ પ્રોજેક્ટ છે. આ મારા માટે શોકિંગ હતું જ્યારે ડિરેક્ટર શારિક મિન્હાજે મને કહ્યું કે ગીત પણ મારે જ ગાવું જોઈએ."
- ઉલ્લેખનીય છે કે, ફૈઝલ ઘર છોડીને ગયાના અમુક દિવસમાં જ પરત આવી ગયો હતો. જે પછી તેણે પોતાના ભાઈ આમિર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ફૈઝલે કહ્યું હતું કે- ભાઈ આમિરે તેને ઘરમાં કેદ કરી રાખ્યો હતો. તેને માનસિક રીતે બીમાર ગણાવી ઘણી દવાઓ લેવા મજબૂર કરવામાં આવતા હતો.
- ફૈઝલના આ આરોપોના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ સમયે ફૈઝલ સાચે જ માનસિક બીમારીથી પીડિત હતા. વાસ્તવમાં તે બોલિવૂડમાં સફળતા ના મળવાના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો.

આમિર પર લગાવ્યો હતો પ્રોપર્ટી હડપવા લેવાનો આરોપ


- ફૈઝલે આમિર પર સંપત્તિ હડપી લેવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સમયે આમિર અને તેના પિતા વચ્ચે ફૈઝલ મામલે વિવાદ થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા. વિવાદ ફૈઝલને સાથે રાખવા અંગેનો હતો. જોકે પછી કોર્ટે ફૈઝલને માનસિક બીમાર જાહેર કરતા પિતાને કસ્ટડી આપી હતી.
- ઉલ્લેખનીય છે કે, ફૈઝલ ખાનને સીઝોફ્રેનિયા નામની બીમારી હતી. સંપત્તિ અને બીમારીના કારણે આમિર અને ફૈઝલ વચ્ચે અણબનાવ રહેવા લાગ્યો હચોય એક ઈન્ટરવ્યૂમાં ફૈઝલે પોતે આમિરથી ડરતા હોવાની વાત કરી હતી. જોકે પછી એક ઈન્ટરવ્યૂમાં ફૈઝલે આમિર સાથેના સંબંધો સુધરી ગયા હોવાનું સ્વીકાર્યું હતું.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યો હતો કરિયરનો પ્રારંભ


- ફૈઝલ ખાને 1969માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા મૌસમ’માં શશિ કપૂરના બાળપણનો રોલ કર્યો હતો. 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં પણ તે જોવા મળ્યો હતો.
- ફૈઝલે આમિર ખાન સાથે ફિલ્મ ‘મેલા’ (2000)માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે અન્ય ફિલ્મ્સમાં પણ કામ કર્યું પરંતુ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી શક્યો નહીં. ધીમે-ધીમે ફૈઝલને કામ મળવાનું બંધ થઈ ગયું અને ઈન્ડસ્ટ્રીએ તેને ભુલાવી દીધો.

આ ફિલ્મ્સમાં કર્યું કામ


- ફૈઝલે ‘જો જીતા વહી સિકંદર’ (1992), ‘મદહોશ’ (1994), ‘કાબૂ’ (2002), ‘બોર્ડર હિન્દુસ્તાન કી’ (2003), ‘બસ્તી’ (2003), ‘ચાંદ બુજ ગયા’ (2005) સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ પછી પણ તેણે અમુક ફિલ્મ્સમાં કામ કર્યું છે પરંતુ ક્રમશઃ તેના રોલ નાના થતા ગયા હતા.

પત્તાની રમત રમતા-રમતા 10 વર્ષ નાની એક્ટ્રેસને જાવેદ અખ્તરે કર્યું હતું પ્રપોઝ, લગ્નનું પ્રપોઝલ લઈ પોતે ના ગયા પરંતુ સલમાનના પિતાને મોકલ્યા, પરિવારજનો ના માનતા ભાગીને કર્યા લગ્ન

X
Fans Don't Recognize Faisal Khan Who is Going To Make Comeback After Many Years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી