ખાકી શર્ટ, ખભા પર ગમછો અને ઈ-રિક્ષા ચલાવતા અભિષેક બચ્ચનની તસવીર થઈ Leak

Abhishek Bachchan's look reminds us of His Look in Film Yuva

divyabhaskar.com

Oct 31, 2018, 02:16 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન લાંબા સમય બાદ અનુરાગ કશ્યપના ડિરેક્શનમાં બનેલી ‘મનમર્ઝિયાં’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અભિષેક ઉપરાંત તાપસી પન્નૂ અને વિક્કી કૌશલ પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં અભિષેકની એક્ટિંગની પ્રશંસા થઈ પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી નહીં. હવે ‘મનમર્ઝિયાં’ બાદ જૂનિયર બચ્ચને વધુ એક ફિલ્મ સાઈન કરી લીધી છે. અભિષેક બચ્ચન પાસે ‘મનમર્ઝિયાં’ને કારણે ફિલ્મ્સની લાઈન લાગી ગઈ છે. તેણે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મારી 4-5 પ્રોજેક્ટ પર વાત ચાલી રહી છે. હું તમામ પર કામ કરવા માટે તૈયાર છું.’

ટપોરી સ્ટાઈલમાં જોવા મળ્યો અભિષેક બચ્ચન


- હાલ અભિષેક ડિરેક્ટર અનુરાગ બાસુની સાથે કામ કરી રહ્યો છે. ફિલ્મનું નામ હજુ સામે નથી આવ્યું પરંતુ શૂટિંગ સેટ પરથી લીક થયેલી તસવીરોથી જૂનિયર બચ્ચનનો રોલ દમદાર લાગી રહ્યો છે.
- લીક થયેલી તસવીરમાં અભિષેક ખાકી કલરના શર્ટમાં કંધા પર ગમછો મુકીને જોવા મળી રહ્યો છે.
- આ ફિલ્મનું શૂટિંગ કોલકાતામાં ચાલી રહ્યું છે અને અભિષેકનો આ લુક ટોપરી સ્ટાઈલ છે. ફેન્સ અભિષેકના લુકને તેની ફિલ્મ ‘યુવા’ સાથે કમ્પેર કરી રહ્યાં છે. ‘યુવા’માં અભિષેક સાથે રાની મુખર્જી હતી. આ ફિલ્મમાં પણ અભિષેકની એક્ટિંગની પ્રશંસા થઈ હતી.
- સેટ પરથી લીક થયેલી તસવીરોમાં અભિષેત ઈ-રિક્ષા પર પોલીસથી બચીને ભાગતો જોવા મળે છે. જ્યારે 2 પોલીસકર્મી સાઈકલ પર તેની પાછળ જાય છે.
- બોલિવૂડમાં ચર્ચા છે કે, અનુરાગ પોતાની ફિલ્મ ‘લાઈફ ઈન અ મેટ્રો’ સીક્વલની તૈયારીમાં છે. જોકે અનુરાગે કહ્યું હતું કે, તેમની અપકમિંગ ફિલ્મમાં ‘લાઈફ ઈન મેટ્રો’ની જેમ જ 4 સ્ટોરી અને 4 કપલ જોવા મળશે. શું આ ફિલ્મ ‘લાઈફ ઈન અ મેટ્રો’ની સીક્વલ છે એ તો આવનારો સમય જ બતાવશે.

ઐશ્વર્યાની એક ઝલક માટે કોલેજના ગેટ પર યુવકો લગાવતા લાઈન, એશ ટીચરને ઈમ્પ્રેસ કરવાનો કરતી પ્રયાસ, મિત્રએ જણાવ્યાં હતા સિક્રેટ્સ

X
Abhishek Bachchan's look reminds us of His Look in Film Yuva
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી