બચ્ચન પરિવારની લાડલી આરાધ્યા છે બીજા બાળકો કરતાં તદ્દન અલગ, ડેડી અભિને છે આ વાતનો ગર્વ

અભિષેક બચ્ચનની ફિલ્મ 'મનમર્ઝિયા' હાલમાં જ રીલિઝ થઈ છે. અભિએ બે વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:10 PM
bollywood actor abhishek bachchan comeback after 2 years in bollywood

મુંબઈઃ અભિષેક બચ્ચનની ફિલ્મ 'મનમર્ઝિયા' હાલમાં જ રીલિઝ થઈ છે. અભિએ બે વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું છે. તેણે પરિવાર સાથે આ બે વર્ષનો સમય પસાર કર્યો હતો. તે દીકરી આરાધ્યા સાથે વધુ સમય રહેતો હતો. હાલમાં જ અભિએ કહ્યું હતું કે તેની દીકરી આરાધ્યાને બુક્સ વાંચવી ઘણી જ પસંદ છે.


પુસ્તકોની શોખીનઃ
અભિષેકે કહ્યું હતું કે મોટા શહેરના બાળકો મોટાભાગે મોબાઈલ તથા વીડિયો ગેમ્સ રમતા જોવા મળે છે. આરાધ્યા બિલકુલ એવી નથી. તે વાંચતી રહેતી હોય છે. તેને પુસ્તકો સાથે સમય પસાર કરવો ઘણો જ પસંદ છે. તેની આ વાતથી તે અને એશ ઘણાં જ ખુશ છે. તેઓ દીકરીની આ આદતને એનકરેજ પણ કરતા રહે છે.


બોર્ડિંગ મૂકવા અંગે નથી વિચાર્યું:
અભિએ વધુમાં કહ્યું હતું કે તેને નાનપણમાં બોર્ડિંગમાં રહ્યો હતો. હજી સુધી આરાધ્યાને બોર્ડિંગમાં મૂકવાનો વિચાર આવ્યો નથી. તે હજી છ વર્ષની છે. તે જ્યારે બોર્ડિંગમાં રહેતો ત્યારે તે ડેડને લેટર લખતો હતો. આજના બાળકો તો ટેક્નોસેવી છે. જોકે, આરાધ્યા બધાથી અલગ છે. તે જ્યારે પણ મુંબઈની બહાર હોય ત્યારે તે હેન્ડરિટરન નોટ્સ લખે છે.


હાલમાં જ ઐશ્વર્યા થઈ હતી ટ્રોલઃ
હાલમાં જ ઐશ્વર્યા અમેરિકાથી પરત ફરી હતી. એરપોર્ટ પર એશે દીકરી આરાધ્યાનો હાથ પકડીને રાખ્યો હતો. જેને લઈને સોશ્યિલ મીડિયા યુઝર્સે એશને ઓવર પ્રોટેક્ટિંગ મધર કહી દીધી હતી. એક યુઝરે કહ્યું હતું, ''ઐશ્વર્યાએ પોતાની દીકરીને સામાન્ય બાળકની જેમ છોડી દેવી જોઈએ.'' તો અન્ય યુઝરે આરાધ્યાની તુલના તૈમુર સાથે કરી હતી અને કહ્યું હતું, ''મને નથી લાગતું કે આરાધ્યા નોર્મલ ચાઈલ્ડ છે. તે હંમેશા ડરેલી રહેતી હોય છે. આરાધ્યા કરતાં તો તૈમુર વધુ કોન્ફિડન્ટ છે.'' અન્ય એક કમેન્ટ કરી હતી, ''મને લાગે છે કે આરાધ્યાએ થોડું ખાવું પણ જોઈએ. મને ખ્યાલ છે કે ઐશ્વર્યા તેને શું ખવડાવે છે.'' આટલું જ નહીં અન્ય એક યુઝરે એમ કહ્યું હતું, ''ઐશ્વર્યા દીકરીનો આત્મવિશ્વાસ ઓછો કરી રહી છે.''

લાલબાગચા રાજાના ચરણો સુધી પહોંચવા માટે ઐશ્વર્યા-અજય દેવગણ સહિતના બોલિવૂડના સ્ટાર્સ કલાકો ઉભા રહે છે લાઈનમાં, યાદગાર Photos

X
bollywood actor abhishek bachchan comeback after 2 years in bollywood
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App