તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણીયા સામે ભાઈજાન સલમાનનું કંઈજ નથી ચાલતું, જીજા આયુષે કહ્યું, ''અહિલ ઈચ્છે તો...''

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ખાન પરિવારના જમાઈ આયુષ શર્માની ફિલ્મ ‘લવયાત્રી’ થકી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મની શુક્રવાર અને પ્રથમ વિકેન્ડની કમાણીના આધાર પર આયુષના ઈન્ડસ્ટ્રીમાં આગળના સફરનો ખ્યાલ આવશે. આયુષ શર્માના લગ્ન સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે થયા છે. બંનેને એક દીકરો આહિલ પણ છે. આયુષે ફિલ્મ રીલિઝ પહેલા ખુલાસો કર્યો હતો કે,‘દુનિયામાં એકમાત્ર આહિલ જ એકલો છે જે સલમાન ખાન પાસે કંઈપણ કરાવડાવી શકે છે.’

 

એકલા આહિલમાં જ છે ઉંઘતા ‘ટાઈગર’ને જગાડવાની હિંમત


- આયુષ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘સલમાન ભાઈને જ્યારે પણ બ્રેકની જરૂર હોય છે ત્યારે આહિલ તેમનો દોસ્ત બની જાય છે. આહિલ એકલો જ છે, જે ઉંઘતા ભાઈજાનને પણ જગાડી શકે છે. જો તે કહે કે તેને ફરવા જવું છે તો તે (સલમાન) ના નથી કહી શકતા. આહિલ 4 વાગ્યા પહેલા ઉંઘતો નથી, તેને અમારી સાથે પાર્ટી કરવું ગમે છે. ભાઈ તો આહિલને પોતાના શૂટ્સ પર પણ લઈ જાય છે.’
- આયુષ શર્મા આગળ જણાવે છે કે,‘આયુષ ઘણું ઝડપથી તમામ વાતો સીખી રહ્યો છે. મને ડર છે કે તે ટૂંકસમયમાં મારી ફિલ્મનું પ્રમોશન ના કરવા લાગે.’
- જ્યારે આયુષ શર્માને પ્રશ્ન કરવામાં આવ્યો કે, આહિલ મોટો થઈ રહ્યો હતો ત્યારે તે ‘લવયાત્રી’માં વ્યસ્ત રહેવાને કારણે દુઃખી હતો. આ અંગે આયુષે જણાવ્યું કે,‘હાં ઘણીવાર એ વિચારીને ખરાબ લાગતું કે હું મારા દીકરાને ચાલતા શીખતા જોઈ શક્યો નહીં. તે નાના હતો ત્યારે જ હું ફિલ્મના શૂટમાં વ્યસ્ત થઈ ગયો હતો. કામથી ફ્રી થયા બાદ પરત ફર્યો ત્યારે તે ઘણો મોટો થઈ ચૂક્યો છે.’

 

આયુષ શર્મા અને અર્પિતા કઈ રીતે બન્યા એકબીજાના જીવનના ‘લવયાત્રી’, ‘ભાઈજાન’ના જીજાએ જણાવી Love Story