Divya Bhaskar

Home » Bollywood » Gossip » 5 bollywood stars used body doubles for action seen

આમિર હોય કે સલમાન, કઈ રીતે સરળતાથી કરી લે છે ખતરનાક એકશન સીન

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 03:55 PM

ખિલાડી કુમારના નામથી બોલિવુડમાં ઓળખ બનાવનાર અક્ષય કુમાર સૌથી ફિટ એકટર્સમાંથી એક માનવામાં આવે છે

  • 5 bollywood stars used body doubles for action  seen
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડના જે મોટા સ્ટાર્સને આપણે સરળતાથી સ્ટન્ટ, એકશન અને બોલ્ડ સીન કરતા જોઈએ છે તો આપણને લાગે છે કે આખરે કઈ રીતે આ સ્ટાર્સ પોતાના જાનને જોખમમાં નાખીને આ સીન્સ ખુબ જ સરળતાથી કરી લે છે. ફિલ્મોમાં ડ્રામા તો દરેક એકટર કરી લે છે પરતું જયારે એકશનની વાત આવે છે તો ઘણીવાર તે પોતાના બોડી ડબલ્સની સહાયતા લે છે. બોડી ડબલ તે શખ્સ હોય છે જે હીરો અને હીરોઈનની કોપી હોય છે. તેની મદદ ત્યારે લેવામાં આવે છે, જયારે કોઈ સ્ટન્ટ કે બોલ્ડ સીન કરવાના હોય છે. જોકે આ સીન્સ ખુબ જ સુંદર રીતે કરવામાં આવે છે, જેથી દર્શક સરળતાથી પકડી શકતા નથી કે કયાં બોડી ડબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આગળની સ્લાઈડસમાં વાંચો શું છે બોડી ડબલ્સ...

  • 5 bollywood stars used body doubles for action  seen
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ખિલાડી કુમારના નામથી બોલિવુડમાં ઓળખ બનાવનાર અક્ષય કુમાર સૌથી ફિટ એકટર્સમાંથી એક માનવામાં આવે છે. 50 વર્ષની ઉંમરમાં પણ અક્ષય તેમની ફિલ્મોમાં વધુ એકશન સીન્સ આમ તો પોત જ કરે છે, પરતું તેમને ઘણીવાર બોડી ડબેલની જરૂરિયાત પડે છે. ફિલ્મ 'ચાંદની ચોક ટુ ચાઈના'માં કેટલાક સ્ટન્ટસ કરવા માટે અક્ષયે બોડી ડબલનો ઉપયોગ કર્યો.

     

    આગળની સ્લાઈડમાં જુઓ

  • 5 bollywood stars used body doubles for action  seen
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બોલિવુડના મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાન પોતાના રોલમાં પરફેકશન લાવવા માટે પોતે જ શૂટ કરે છે, પરતું 'ધુમ 3'માં જયારે તમે તેમને બાઈક દોડાવતા જોયા તો અસલમાં તે આમિર પોતે ન હતા. ફિલ્મના સીનમાં તેમના બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

     

    આગળની સ્લાઈડમાં વાંચો

  • 5 bollywood stars used body doubles for action  seen
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શાહરૂખ ખાન આમ તો ફિલ્મોમાં સ્ટન્ટ ઓછા કરે છે. જોકે તાજેતરમાં જ આવેલી ફિલ્મ ફેનમાં બોડી ડબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ ફિલ્મમાં જેટલા પણ સ્ટન્ટ સીન હતા તે શાહરૂખે પોતે નહિ પરતું તેના બોડી ડબલે કર્યા છે.

  • 5 bollywood stars used body doubles for action  seen
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સલમાન ખાન તો મોટાભાગે પોતાની ફિલ્મોમાં સ્ટન્ટ કરે છે, પરતું ઉંચી ઈમારતોમાંથી છલાગ લગાવતા નથી, પરતું તે કામ તેમની બોડીને ડબલ કરે છે. 'ફિલ્મ સુલતાન'માં  સલમાને એક પણ પતંગ પોતે લૂટયો નથી, પરતું તેમના બોડી ડબેલે લૂટી હતી. 

     

  • 5 bollywood stars used body doubles for action  seen

    જોન અબ્રાહમ ખુબ જ ફિટ માનવામાં આવે છે. ફિલ્મ ફોર્સમાં તો તેમણે પોતાની જ બાઈક ઉઠાવી લીધી હતી. તમે જાણીને હેરાન થશો કે સ્ટન્ટના સમયે પણ બોડી ડબેલનો ઉપયોગ કરે છે. સાઉથ આફ્રિકા સ્ટન્ટ પરફોર્મર ડેરેન મેકલીને જોન અબ્રાહમની ફિલ્મ ફોર્સ 2 માટે ઘણાં ખતરનાક સ્ટન્ટસ કર્યા છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending