દીપિકા-પ્રિયંકાથી રણવિર-અર્જુન સુધી, કરિયરના પ્રારંભ કોઈનો રંગ હતો શ્યામ તો કોઈ હતું સાવ દુબળા શરીરનું, ડેબ્યૂ ફિલ્મથી અત્યારસુધી આટલો બદલાઈ ગયો 15 બોલિવૂડ સ્ટાર્સનો Look

એકસાથે 3 બર્ગર ખાઈ જતો હતો આ એક્ટર, પછી ફિલ્મ્સ માટે દર મહિને ઘટાડ્યું 10 કિલો વજન

divyabhaskar.com | Updated - Dec 05, 2018, 07:47 PM
સમયની સાથે પ્રિયંકા અને દીપિકાએ ઘણી વસ્તુઓ બદલી છે.
સમયની સાથે પ્રિયંકા અને દીપિકાએ ઘણી વસ્તુઓ બદલી છે.

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તથા દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ ઓફિશિયલી પતિ-પત્ની બની ચૂક્યા છે. બંને એક્ટ્રેસિસ પ્રિયંકા-દીપિકા પોતાના લગ્નમાં ઘણા સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. સમયની સાથે પ્રિયંકા અને દીપિકાએ ઘણી વસ્તુઓ બદલી છે. તેમની લોકપ્રિયતા વધવાની સાથે જ તેમના લુકમાં પણ ઘણો ચેન્જ જોવા મળ્યો છે. આ સ્ટાર્સ ડેબ્યૂ ફિલ્મમાં જેવા લાગતા હતા તેવા આજે નથી જોવા મળતા પરંતુ તેમનો લુક ઘણો જ બદલાઈ ગયો છે.

પ્રિયંકા ચોપરા


- પ્રિયંકાએ મોડલિંગમાં પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ટાઈટલ જીત્યા બાદ પીસીએ ‘ધ હીરો’ (2003) થકી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

દીપિકા પાદુકોણ


- દીપિકાએ ફિલ્મ્સમાં એન્ટ્રી કરતા મોડલિંગ વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવી હતી. તેણે કોલેજના સમયથી જ મોડલિંગ શરૂ કરી દીધી હતી.
- લિરિલ, ડાબર દંત મંજન, ક્લોઝઅપ, લિમ્કા જેવા બ્રાન્ડ્સની એમ્બેસેડર રહેલી દીપિકાને કોસ્મેટિક કંપની Maybellineએ પોતાની સ્પોકપર્સનન બનાવી હતી.
- 2006 દીપિકા પાદુકોણ માટે લકી સાબિત થયું અને તે કિંગફિશર કેલેન્ડર ગર્લ બની. હિમેશ રેશમિયાના મ્યૂઝિક વીડિયો ‘નામ હૈ તેરા’માં પણ તે જોવા મળી. 2006માં તેણે કન્નડ ફિલ્મ ‘એશ્વર્યા’થી ડેબ્યૂ કર્યું. જે પછી 2007માં દીપિકાને શાહરૂખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી ડેબ્યૂ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય બોલિવૂડ સ્ટાર્સ અને જુઓ તેમના લુક આવેલા ફેરફારને તસવીરોમાં..)

દીપિકાએ લગ્નમાં પહેરી પ્રિયંકાથી બેગણી મોંઘી વિંટી, અનુષ્કાથી સોનમ સુધી, 8 બોલિવૂડ એક્ટ્રેસિસની એન્ગેજમેન્ટ રિંગઃ Photo અને કિંમત

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તથા દીપિકા પાદુકોણ અને રણવિર સિંહ ઓફિશિયલી પતિ-પત્ની બની ચૂક્યા છે. બંને એક્ટ્રેસિસ પ્રિયંકા-દીપિકા પોતાના લગ્નમાં ઘણા સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. સમયની સાથે પ્રિયંકા અને દીપિકાએ ઘણી વસ્તુઓ બદલી .તેમની લોકપ્રિયતા વધવાની સાથે જ તેમના લુકમાં પણ ઘણો ચેન્જ જોવા મળ્યો છે. આ સ્ટાર્ ડેબ્યૂ ફિલ્મમાં જેવા લાગતા હતા તેવા આજે નથી જોવા મળતા પરંતુ તેમનો લુક ઘણો જ બદલાઈ ગયો છે.

1 પ્રિયંકા ચોપરા
- પ્રિયંકાએ મોડલિંગમાં પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ટાઈટલ જીત્યા બાદ પીસીએ ‘ધ હીરો’ (2003) થકી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

2 દીપિકા પાદુકોણ
- દીપિકાએ ફિલ્મ્સમાં એન્ટ્રી કરતા મોડલિંગ વર્લ્ડમાં ખાસ ઓળખ બનાવી હતી. તેણે કોલેજના સમયથી જ મોડલિંગ શરૂ કરી દીધી હતી.
- લિરિલ, ડાબર દંત મંજન, ક્લોઝઅપ, લિમ્કા જેવા બ્રાન્ડ્સની એમ્બેસેડર રહેલી દીપિકાને કોસ્મેટિક કંપની Maybellineએ પોતાની સ્પોકપર્સનન બનાવી હતી.
- 2006 દીપિકા પાદુકોણ માટે લકી સાબિત થયું અને તે કિંગફિશર કેલેન્ડર ગર્લ બની. હિમેશ રેશમિયાના મ્યૂઝિક વીડિયો ‘નામ હૈ તેરા’માં પણ તે જોવા મળી. 2006માં તેણે કન્નડ ફિલ્મ ‘એશ્વર્યા’થી ડેબ્યૂ કર્યું. જે પછી 2007માં દીપિકાને શાહરૂખની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી ડેબ્યૂ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય બોલિવૂડ સ્ટાર્સ અને જુઓ તેમના લુક આવેલા ફેરફારને તસવીરોમાં..)

અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

- બેંગલુરૂથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અનુષ્કા મુંબઈ આવી ગઈ અને મોડલિંગ વર્લ્ડમાં પ્રયાસ કરવા લાગી હતી. વર્ષ 2007માં તેને મોડલિંગમાં પ્રથમ બ્રેક મળ્યો હતો. તે સમયે તેને લેક્મે ફેશન વીક દરમિયાન વેંડેલ રોડ્રિક્સ માટે મોડલિંગ કરી હતી. વર્ષ 2008માં તેને બોલિવૂડમાં એન્ટ્રી લેતા આદિત્ય ચોપરાના ડિરેક્શનમાં બનેલી ‘રબને બના દી જોડી’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ સુપરહિટ રહેતા અનુષ્કાનું કરિયર ચાલી ગયું.

રણવિર સિંહ
રણવિર સિંહ

- ક્યારેક જાહેરાત તો ક્યારેક બેકગ્રાઉન્ડ ડાન્સ તો ક્યારેક આસિસ્ટન્ટ તરીકે કામ કરનારા રણવિરને 2010માં ‘બેંડ બાજા બારાત’થી ડેબ્યૂ કરવાની તક મળી. ફિલ્મમાં તેની સાથે અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી.

કેટરીના કૈફ
કેટરીના કૈફ

- કેટરીના કૈફે લંડનમાં રહેતા સમયે મોડલિંગ શરૂ કરી હતી. 14 વર્ષની વયે તેણે જ્વેલરી કંપની માટે મોડલિંગ કર્યું. લંડનમાં જ કૈજાદ ગુસ્તાદે તેને એક ફેશન શોમાં જોઈ અને પછી પોતાની ફિલ્મ ‘બૂમ’ (2013) માટે સાઈન કરી હતી.

અર્જુન કપૂર
અર્જુન કપૂર

- અર્જુને 2012માં ‘ઈશ્કઝાદે’થી ડેબ્યૂ કર્યું હતું. અર્જુન ફિલ્મ્સમાં આવતા પહેલા ઘણો વજનદાર શરીર ધરાવતો હતો. તેણે એક ઈન્ટરવ્યૂમાં હતું કે, તે એક મહિનામાં 10 કિલો વજન ઘટાડતો હતો. ફિલ્મમાં આવતા પહેલા તે એકસાથે 3 બર્ગર ઠુસી જતો હતો. પછી તેણે પોતાના ડાયેટ પર કામ કર્યું અને જંક ફૂડ ખાવાનું ઓછું કરી દીધું.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

- આલિયાએ ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (2012) માટે 16 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. તેણે આ વજન માત્ર 3 અઠવાડિયામાં ઘટાડ્યું હતું. તે સમયે તેનું વજન 67 કિલો જેટલું હતું.

સોનમ કપૂર
સોનમ કપૂર

- ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા સોનમ કપૂર પણ વજનદાર શરીર ધરાવતી હતી. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,"દરેક યુવતીની જેમ અરીસો જોઈને સ્લીપનેસ રાતો કાઢી છે. આ સમયે માત્ર એટલું વિચારતી કે મારું શરીર આવું કેમ દેખાય છે? મારું પેટ કેમ બહાર છે? મારા સ્ટ્રેચ માર્ક્સ જશે કે નહીં?
- ઉલ્લેખનીય છે કે, ‘સાંવરિયા’ (2007)માં ડેબ્યૂ કરતા પહેલા તેનું વજન 86 કિલો હતું જે પછી તેણે 30 કિલો વજન ઘટાડ્યું હતું.

ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય

- બાળપણમાં આર્કિટેક્ટ બનવાનું સ્વપ્ન જોઈ રહેલી એશનો રસ મોટા થતા સમયે મોડલિંગ તરફ વધ્યો હતો. 1991માં તેણે સુપરમોડલ કોન્ટેસ્ટ જીત્યું. જે પછી 1993માં એક્ટર આમિર ખાન સાથે પેપ્સીની એડમાં દેખાયા બાદ તે ચર્ચિત ચેહરો બની ગઈ. 1994માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યા બાદ તેનું ભાગ્ય જ બદલાઈ ગયું. તેણે સાઉથની ફિલ્મ ‘ઈરુવર’થી 1997માં ફિલ્મ વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. આ વર્ષે જ તેની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’રીલિઝ થઈ હતી.

જૂહી ચાવલા
જૂહી ચાવલા

- ફિલ્મ ‘સલ્તનત’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી જૂહી ચાવલા એકસમયે કંઈક આવી દેખાતી હતી.

અક્ષય કુમાર
અક્ષય કુમાર

- અક્કીને ફોટોગ્રાફર મિત્રએ મોડલિંગની સલાહ આપી હતી. આ દરમિયાન તેને એક કોન્ટ્રાક્ટ પણ મળી ગયો. તેને માત્ર 2 દિવસમાં જ એટલા રૂપિયા મળી ગયા જેટલા તે આખા મહિનામાં પણ નહોતો મેળવી શકતો. જે પછી તેણે મોડલિંગ અને ફિલ્મ્સમાં કરિયર બનાવવાનો નિર્ણય કર્યો અને તેની પ્રથમ ફિલ્મ ‘સૌગંધ’ 1991માં રીલિઝ થઈ હતી.

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રા

- સિદ્ધાર્થે માત્ર 18 વર્ષની વયે મોડલિંગ શરૂ કરી હતી. જોકે 4 વર્ષ બાદ પ્રોફેશન છોડી દીધું કારણ કે તે કામથી સંતુષ્ટ નહોતો. ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ પહેલા તેણે અનુભવ સિન્હાની એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તે ફિલ્મ લટકી પડી હતી. 2010માં કરન જોહરની સાથે ‘માય નેમ ઈઝ ખાન’માં આસિ. ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત

- 1984માં ફિલ્મ ‘અબોધ’થી ડેબ્યૂ કરનારી માધુરી દીક્ષિત એકસમયે આવી દેખાતી હતી.

આમિર ખાન
આમિર ખાન

- બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટનું ટાઈટલ મેળવનારા આમિર ખાને 1988માં આવેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી ડેબ્યૂ કર્યું હતું. આમિર પહેલા પુર અને કોકા કોલા જેવી બ્રાન્ડ માટે મોડલિંગ કરી હતી.

ડિનો મોરિયા
ડિનો મોરિયા

- એક સમયે બેર બોડીમાં ફોટોશૂટ કરાવી ફેમસ થયેલા ડિનો મોરિયાએ 1999માં રિંકી ખન્ના સાથે ‘પ્યાર મેં ભી કભી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું. જોકે 2002માં આવેલી ફિલ્મ ‘રાજ’થી ડિનોને ઓળખ મળી.

X
સમયની સાથે પ્રિયંકા અને દીપિકાએ ઘણી વસ્તુઓ બદલી છે.સમયની સાથે પ્રિયંકા અને દીપિકાએ ઘણી વસ્તુઓ બદલી છે.
અનુષ્કા શર્માઅનુષ્કા શર્મા
રણવિર સિંહરણવિર સિંહ
કેટરીના કૈફકેટરીના કૈફ
અર્જુન કપૂરઅર્જુન કપૂર
આલિયા ભટ્ટઆલિયા ભટ્ટ
સોનમ કપૂરસોનમ કપૂર
ઐશ્વર્યા રાયઐશ્વર્યા રાય
જૂહી ચાવલાજૂહી ચાવલા
અક્ષય કુમારઅક્ષય કુમાર
સિદ્ધાર્થ મલ્હોત્રાસિદ્ધાર્થ મલ્હોત્રા
માધુરી દીક્ષિતમાધુરી દીક્ષિત
આમિર ખાનઆમિર ખાન
ડિનો મોરિયાડિનો મોરિયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App