TRADE TALK: વર્ષના અંતે દીપિકાનો 300 કરોડ સ્ટ્રોક!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષે દીપિકા પાદુકોણની સાત ફિલ્મ્સે 900 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. 2015ના અંતેમાં તેની 'તમાશા' અને 'બાજીરાવ મસ્તાની' દ્વારા 300 કરોડની આશા રાખવામાં આવી રહી છે. પહેલી ફિલ્મમાં તે આધુનિક પ્રેમિકા બની છે જ્યારે બીજીમાં તે એક પ્રેમિકા, યોદ્ધા અને મા.
'ચેન્નઈ એક્સપ્રેસ','યે જવાની હૈ દીવાની',' ..રામલીલા',' હેપ્પિ ન્યૂયર',' રેસ-2',' ફાઈન્ડીગ ફેન્ની' અને તાજેતરમાં રીલિઝ થયેલી 'પીકુ'ની સફળતા બાદ દીપિકા બોક્સ ઓફિસ પરની વિશ્વસનીય સ્ટાર બની ગઈ છે.
આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં તેની બે મોટી ફિલ્મ્સ રીલિઝ થશે. રણબિર કપૂર સાથેની 'તમાશા' એક આધુનિક પ્રેમકથા છે. જ્યારે રણવીરસિંહ સાથેની 'બાજીરાવ મસ્તાની' મરાઠા ઈતિહાસનો પિરીયડ ડ્રામા છે. ટ્રેડના લોકો માની રહ્યાં છે કે સ્થાનિક બજારમાં પ્રત્યેક ફિલ્મ 150 કરોડનો આંકડો પાર કરી લેશે.
માત્ર બે સપ્તાહના અંતરે આ ફિલ્મ્સ આવશે.આ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે પણ દીપિકાને તેની સફળતા પર વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે, બન્ને ફિલ્મ્સમાં તેની ભૂમિકાઓ મજબૂત છે. દીપિકા બોલી,'ઈમ્તિયાઝ અલીની તમાશા એક લવસ્ટોરી છે. તે અલગ પ્રકારની પ્રેમકથા કહે છે અને તેની નાયિકાઓ સ્ટ્રોંગ હોય છે'.
'બાજીરાવ મસ્તાની'ના ઉલ્લેખને ટાળવાનો પ્રયાસ કરે છે.નિર્દેશક સંજય લીલા ભણશાળીની ફિલ્મની દરેક માહિતી ગુપ્ત રાખવા માગે છે.આથી દીપિકાએ કહ્યું,' 'બાજીરાવ મસ્તાની' અંગે વધુ જણાવી શકીશ નહીં, સંજય મારો જીવ લઈ લેશે'. તે માને છે કે તેના પાત્રની એક નહીં પણ અનેક બાજુઓ છે.મસ્તાની એક અદભૂત મહિલા છે. મારો પ્રયાસ છે કે આ ભૂમિકા સાથે ન્યાય કરી શકું. આ એક પડકાર પણ છે કારણ કે તેનું પાત્ર એક ડાયમેન્શનમાં નથી.અનેક બાજુ છે તેના જીવનની'
દીપિકાએ જણાવ્યું કે,'મસ્તાની અંગે જેટલુ વાંચ્યુ અને શૂટ દરમિયાન પાત્રમાં ઢળતા સમજી તે એક તમને પ્રેરણા આપતી મહિલા છે.તે મજબૂત મહિલા છે, દિલચસ્પ છે, આકર્ષક છે.તેને તમે પ્રેમિકાના રૂપમાં જોશો અને યોદ્ધાની જેમ પણ'