Reelમાં દુલ્હો બનેલો અક્કી Realમાં લગ્ન સમયે લાગતો'તો આવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ અક્ષય કુમારની 'ટોઈલેટઃ એક પ્રેમકથા' 11 ઓગસ્ટના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક્ટ્રેસ ભૂમિ પેડનેકર સાથે લગ્ન કરે છે. તસવીરમાં અક્કી દુલ્હો બન્યો છે અને ભૂમિ પેડનેકર દુલ્હન તરીકે જોવા મળી છે. આ તસવીર જોતાં જ અક્કી રિયલ લાઈફમાં દુલ્હો બન્યો ત્યારે કેવો લાગતો હતો, તે તરત જ વિચાર ચાહકોના મનમાં થાય છે. અક્ષયે રિયલ લાઈફમાં બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યાં છે. 

'મેલા' ફ્લોપ થતા કર્યા અક્ષય કુમાર સાથે લગ્ન
ફિલ્મ નિર્માતા કરન જોહરે આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, આમિર અને ટ્વિંકલ સ્ટારર 'મેલા' ફ્લોપ થતા ટ્વિંકલ લગ્ન માટે તૈયાર થઈ હતી. આ સમયે ટ્વિંકલે કહ્યું હતું કે,' જો 'મેલા' ફ્લોપ થશે તો તે અક્ષય સાથે લગ્ન કરી લેશે. ત્યાર બાદ ફિલ્મ ફ્લોપ થતા તેમણે લગ્ન કરી લીધા'.
 
અક્ષય અને ટ્વિંકલના લગ્ન
ટ્વિંકલે 17 જાન્યુઆરી 2001ના રોજ અક્ષય સાથે લગ્ન કર્યા હતા. અહેવાલો મુજબ, ઉતાવળમાં થયેલા આ લગ્ન રાજેશ ખન્નાના નિકટના મિત્રના ટેરેસ પર યોજાયા હતા. અક્ષયે લગ્નમાં સફેદ રંગની શેરવાની અને ટ્વિંકલે સાડી સ્ટાઈલ લહેંગા પહેર્યો હતો. બન્ને લગ્નમાં ખૂબ જ નાચ્યા હતા. ફિલ્મ્સમાંથી બ્રેક લીધા બાદ ટ્વિંકલ રાઈટર અને ડિઝાઈનર બની ગઈ હતી. આમ તો અક્કી અને ટ્વિંકલના લગ્નને 16 વર્ષ થઈ ગયા છે. બન્ને હાલ પુત્ર આરવ અને પુત્રી નિતારાના માતા-પિતા છે.
 
(આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ, ટ્વિંકલ અને અક્ષય કુમારની ખાસ તસવીરો......)
અન્ય સમાચારો પણ છે...