તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રીતમે કહ્યું- 'જગ્ગા જાસૂસ'ના ડાયલોગ્સને સોંગ્સમાં કમ્પોઝ કરવા હતા મુશ્કેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 14 જુલાઈના રોજ અનુરાગ બાસુ નિર્દેશિત અને રણબિર-કેટરિના સ્ટારર 'જગ્ગા જાસૂસ' રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રીતમે શાનદાર મ્યૂઝિક આપ્યું છે. ફિલ્મને લઈ divyabhaskar.comએ પ્રીતમ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

કેવી રીતે 'જગ્ગા જાસૂસ'ની શરૂઆત થઈ?
અનુરાગ બાસુ ખૂબ જ ક્રિએટિવ માણસ છે, તેમની સાથે હું વર્ષોથી કામ કરું છું. પરંતુ આ વખતે તેમને એક મ્યૂઝિકલ કરવું હતું. અનુરાગે એક બાળકની સ્ટોરી કહી, જે માત્ર ગાઈને બોલી શકે છે. અનુરાગની સ્ટોરીનો આઈડિયા રોચક હતો. પોતાના કામમાં અનુરાગ માસ્ટર અને જીનીયસ છે. આમ ફિલ્મની શરૂઆત થઈ.

સોંગ્સ કેવી રીતે કમ્પોઝ કરતા?
પહેલા અનુરાગ મને અલગ-અલગ છંદમાં લખીને બધું મોકલતો હતો અને હું તેને કમ્પોઝ કરીને સંભળાવતો હતો. આમ મોટા ભાગની ફિલ્મ પુરી કરી.
 
સંવાદોને સોંગ્સના રૂપમાં કમ્પોઝ કરવા મુશ્કેલ હતા?
હા કારણ કે, અમારે ખૂબ જ સિમ્પલ લિરિક્સ લખીને કમ્પોઝ કરવાના હતા. જેથી દર્શકો આરામથી સમજી શકે, આથી તે મુજબ કમ્પોઝ કર્યું.
 
અનુરાગ બાસુએ કહ્યું કે, રણબિરનો રોલ તમારાથી પ્રેરિત છે?
મારે એટલા પ્રોબ્લેમ નથી, પણ અનુરાગનું રિસર્ચ ઘણું સારું હતું અને મને ખબર નહોતી કે આપણે એક તરફ થી બોલીએ છીએ અને બીજી તરફ મગજ ગાય છે. પરંતુ  એ વાત પણ સાચી કે, અચકાઈને બોલતા લોકો જ્યારે ગાય છે ત્યારે અચકાતા નથી.
 
શાહરૂખ-સલમાન જેવા સ્ટાર્સ કહે છે કે, પ્રીતમ દાદા લેટ મ્યૂઝિક આપે છે, શું કહેશો?
(હસીને)જુઓ હું મ્યૂઝિક પર વારંવાર કામ કરતો રહું છું અને જ્યારે પણ મને બરાબર લાગતું નથી ત્યાં સુધી આપી શકતો નથી. મ્યૂઝિક સાથે અટેચ થઈ જઉ છું અને જ્યાં સુધી કોઈ મારી પાસેથી મ્યૂઝિક ઝુંટવી ના લે ત્યાં સુધી હું આપતો નથી. જ્યારે સામે વાળો કહે છે, ઠીક છે હવે થઈ ગયું આપી દો ત્યારે આપું છું.
 
હાલ ક્યા પ્રોજેક્ટમાં વ્યસ્ત છો?
ખૂબ જ વ્યસ્ત છું. પરંતુ મારી આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' છે, આ સિવાય મેં કોઈ ફિલ્મ સાઈન કરી નથી. જ્યારે ફિલ્મ રીલિઝ થઈ જશે, ત્યાર બાદ હું આગામી પ્રોજેક્ટ તરફ આગળ વધીશ.
 
અન્ય સમાચારો પણ છે...