તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

\'શુભ મંગલ...\'ના મુદિતની નપુંસકતાની બીમારીના કારણો અને ઉપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: 'શુભ મંગલ સાવધાન'માં આયુષ્માન ખુર્રાનાને એરેક્ટાઈલ ડિસફંક્શન એટલે કે નપુંસકતાની બીમારી હોય છે. ડિવોર્સથી લઈ લગ્નેત્તર સંબંધો માટે જવાબદાર એવી આ બીમારી અંગે divyabhaskar.comએ વિખ્યાત સેક્સોલોજીસ્ટ ડૉક્ટર પારસ શાહ સાથે વાત કરી હતી. જેમાં તેમણે બીમારીના કારણો, અસર, સારવાર, ગેરમાન્યતાઓ અને બચવાના ઉપાયો જણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં આયુષ્માન સાથે ભૂમિ પેડનેકર લીડ રોલમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં આયુષ્માને એરેક્ટાઈલ ડિસફંક્શન એટલે કે નપુંસકતાથી પીડાતા યુવક મુદિતનો રોલ કર્યો છે. આગળ વાંચો ડૉક્ટર પારસ શાહે કરેલી વાતો
 
એરેક્ટાઈલ ડિસફંક્શન એટલે શું
જાતિય સંબંધ બાંધી શકાય એટલું ઉત્થાન ના થાય તેને એરેક્ટાઈલ ડિસફંક્શન કહેવામાં આવે છે.
 
બીમારી થવાના કારણો
શારીરિક અને માનસિક કારણ હોય શકે છે. 1990 સુધી એવું માનવામાં આવતું હતું કે, નપુંસકતાના જે કિસ્સાઓ છે તેની પાછળ માનસિક નપુસંકતા જવાબદાર છે. પરંતુ જેમ જેમ સાયન્સે પ્રગતિ કરી તેમ તેમ બહાર આવ્યું કે, આ વાત સાચી નથી. નપુંસકતાના 70થી 80 ટકા કિસ્સાઓ શારીરિક કારણોસર છે. આમ તો કોઈપણ ઉંમરમાં નપુંસંકતા હોય શકે, પણ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ તેનું પ્રમાણ વધારે જોવા છે. રિસર્ચ મુજબ, 6 માંથી દર બીજા પુરૂષને ક્યારેકને ક્યારેક નપુંસંકતા અનુભવી હોય છે.
 
આગળ વાંચો સેક્સોલોજીસ્ટ ડૉક્ટર પ્રકાશ શાહે કરેલી નપુંસકતાથી દૂર રહેવાના ઉપાયો, ગેરમાન્યતાઓ, કેવી કેવી રીતે થાય છે, નોર્મલ લાઈફ પરની અસર અને બીજી ઘણી બધી વાતો
 
(તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
અન્ય સમાચારો પણ છે...