'બાગી' ટાઈગરને નથી ખબર કોણ છે ભારતના રાષ્ટ્રપતિ, બધાની વચ્ચે આવી શરમ

ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની ફિલ્મ 'બાગી 2' 30 માર્ચના રોજ રીલિઝ થઈ છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફે જબરજસ્ત એક્શન કરી છે

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 11:16 AM
tiger shroff did not know who is a prime minister of india

મુંબઈઃ ટાઈગર શ્રોફ તથા દિશા પટનીની ફિલ્મ 'બાગી 2' 30 માર્ચના રોજ રીલિઝ થઈ છે. ફિલ્મમાં ટાઈગર શ્રોફે જબરજસ્ત એક્શન કરી છે. બોલિવૂડના અનેક સેલેબ્સ ટાઈગરના વખાણ કરી રહ્યાં છે. જોકે, તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ટાઈગર શ્રોફે એ વાત સાબિત કરી કે તે પણ આલિયા ભટ્ટની જેમ જ જનરલ નોલેજમાં સાવ પાછળ છે.


નથી ખબર રાષ્ટ્રપતિનુ નામઃ
એક ઈન્ટરવ્યૂમાં ટાઈગરને દેશના રાષ્ટ્રપતિનુ નામ પૂછવામાં આવ્યુ હતુ પરંતુ તેને દેશના રાષ્ટ્રપતિનુ નામ જ ખબર નહોતી. પ્રમોશન દરમિયાન ટાઈગરને પૂછવામા આવ્યુ હતુ કે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે, તો તેણે થોડો સમય વિચારીને જે જવાબ આપ્યો હતો, તે કોઈએ વિચાર્યો પણ નહોતો. ટાઈગરે કહ્યુ હતુ કે ઓહ...ગોડ આ થોડો મુશ્કેલ સવાલ છે. ત્યારબાદ ટાઈગરે મિસ્ટર મુખર્જી...એ જવાબ આપ્ય હતો.


(વાંચો, કથિત પ્રેમિકા કેવી રીતે આવી ટાઈગર શ્રોફની મદદે...)

tiger shroff did not know who is a prime minister of india

કથિત પ્રેમિકા આવી મદદેઃ
ટાઈગરની પ્રેમિકા દિશા પટનીએ તરત જ જવાબ આપ્યો હતો કે રામનાથ કોવિંદ. 


આલિયા ભટ્ટ સાથે તુલનાઃ
આલિયા ભટ્ટ પણ જીકેના સવાલોના જવાબ આપી શકતી નહોતી. આથી જ ટાઈગરની તુલના આલિયા ભટ્ટ સાથે કરીને સોશ્યિલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. 

X
tiger shroff did not know who is a prime minister of india
tiger shroff did not know who is a prime minister of india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App