સંજુબાબાની બહેન નમ્રતા દત્તે 'સંજુ' જોઈને કહ્યું, ''કોઈ ના ભજવી સુનિલ દત્ત-નરિગસનો રોલ''

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'સંજુ' હાલમાં બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મના તમામ પાત્રોના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે. હાલમાં જ સંજય દત્તની બહેન નમ્રતા દત્તે 'સંજુ' ફિલ્મ જોઈ હતી. ફિલ્મ જોયા બાદ નમ્રતાએ કહ્યું હતું કે તેના માતા-પિતાનો રોલ કોઈ જ પ્લે કરી શકે તેમ નથી પરંતુ જો ઓડિયન્સ પરેશ રાવલ તથા મનિષા કોઈરાલા સાથે કનેક્ટ થતા હોય તો તે સારી બાબત છે.


કમેન્ટ કરવી સરળ નહીં:
નમ્રતા દત્તે કહ્યું હતું કે તેના માટે ફિલ્મ પર કમેન્ટ કરવી બિલકુલ સરળ નથી પરંતુ તે એટલું જરૂર કહેશે કે રણબિરે ભાઈની બાયોપિકમાં સારું કામ કર્યું છે. વધુમાં ફિલ્મમાં સંજય દત્તના ડ્રગ્સ, જેલ સાથે જોડાયેલા હિસ્સાઓને બતાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન પાપા હંમેશા ભાઈની સાથે ઉભા રહ્યા હતાં. તે સમય પરિવાર માટે ઘણો જ મુશ્કેલ હતો. જોકે, ફાઈટરની જેમ બંને(સંજય-સુનિલ દત્ત)એ જંગ લડી. પાપા તથા સંજુ બંને એકબીજાની સપોર્ટ સિસ્ટમ બન્યા હતા.


માતા-પિતાનો રોલ કોઈ ના ભજવી શકેઃ
નમ્રતાએ કહ્યું હતું કે તેને પરેશ રાવલ(ફિલ્મમાં ભજવ્યો છે સુનિલ દત્તનો રોલ) તથા મનિષા કોઈરાલા(ફિલ્મમાં બની છે નરગિસ દત્ત)ના રોલ વિશે કંઈ જ કહી શકી નહીં. તેના માટે આ રોલ કોઈ જ પ્લે કરી શકે તેમ નથી. બંને આઈકોનિક છે. જોકે, દર્શકોને આ બંને રોલ પસંદ આવ્યા તે સારી બાબત છે. સંજય દત્તના સારા ફ્રેન્ડ્સ હંમેશા ઓછા રહ્યા છે. તેમાંય વિકી કૌશલે પાંચ ફ્રેન્ડ્સનો રોલ પ્લે કર્યો છે. તે રોલ ઘણો જ સારો છે.


બદલાયો સંજય દત્તઃ
સંજય દત્તની રિયલ લાઈફ પર નમ્રતાએ કહ્યું હતું કે સમય સાથે સંજયમાં ઘણાં જ ફેરફાર લાવ્યા છે. પરિવારે ઘણો જ ખરાબ સમય જોયો છે. સંજુ જેલ ગયો તે પરિવાર માટે સૌથી મોટો આઘાત હતો. જ્યારે સંજય દત્ત આઝાદ થયો ત્યારે પિતા આ દુનિયામાં નહોતો. જો હોત તો તેઓ ઘણાં જ ખુશ થાત કે તેમનો સંજુ નોર્મલ છે અને આઝાદ થઈ ગયો છે.

 

સંજુબાબા જેવી બોડી માટે ખાસ સાઉથ આફ્રિકાથી આવતું હતું તેલ, આમ રણબિરે વધાર્યું 13 કિલો વજન