RSSના પાંચજન્યના નિશાન પર 'સંજુ', બોલિવૂડના માફિયા ને અંડરવર્લ્ડના ગુણગાન ગાતી ફિલ્મ કેમ બનાવી?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તના જીવન પરથી બનેલી બાયોપિક 'સંજુ' પર હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ)ના મુખપત્ર પાંચજન્યએ સવાલ ઉઠાવ્યા છે. પાંચજન્યની કવરસ્ટોરીમાં સવાલ કરવામાં આવ્યો છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રિના માફિયા તથા અંડરવર્લ્ડના ગુણ-ગાન કરતી ફિલ્મ કેમ બનાવવામાં આવી.


પાંચજન્યની કવરસ્ટોરીઃ
પાંચજન્યે પોતાની કવર સ્ટોરીને હેડિંગ આપ્યું છે, 'કિરદાર દાગદાર'. જેમાં લખવામાં આવ્યું છે કે 'સંજુ' બનાવવા પાછળ ડિરેક્ટર રાજકુમાર હિરાનીનો શું હેતુ છે. તે સંજય દત્તની ઈમેજમાં ચાર-ચાંદ લગાવવા માંગતા હતા કે પછી બોક્સ-ઓફિસ પરથી કમાણી? કે પછી તેમને સંજય દત્તના જીવનની વાતો એવી લાગી કે જેમાંથી યુવાનોને કંઈક નવું શીખવા મળ્યું છે. મુંબઈના ફિલ્મ ઉદ્યોગના માફિયા તથા અંડરવર્લ્ડના ગુણગાન ગાતી ફિલ્મ આખરે કેમ બનાવી? સંજય દત્ત જ છે, જેની 1993માં મુંબઈ બ્લાસ્ટના આરોપીઓ સાથે સાંઠગાંઠ હતી. જેને કારણે તેને જેલની સજા પણ થઈ હતી.


પીઆર અભિયાન?:
પાંચજન્યમાં સવાલ કરવામાં આવ્યો છે કે શું સંજય દત્તના જીવનની આ બાયિપોક છે. શું આ ફિલ્મ પાછળ કોઈના કલંકિત ભૂતકાળને સારો બનવવા માટે કરોડ રૂપિયા ખર્ચીને ચલાવવામાં આવેલું એક પીઆર અભિયાન છે?


ફિલ્મને લઈને ઉઠ્યા છે સવાલોઃ
નોંધનીય છે કે 'સંજુ'માં સંજય દત્તને નિર્દોષ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેને લઈને અનેક લોકો સવાલ ઉઠાવી ચૂક્યા છે. ફિલ્મમાં સંજય દત્તની પ્રથમ-બીજી પત્ની, દીકરી ત્રિશાલા તથા માધુરી-ટીના મુનિમ સાથેના સંબંધો બતાવવામાં જ આવ્યા નથી. ફિલ્મમાં ત્રિશાલાની વાત ના હોવાથી દીકરી નારાજ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.

 

જેલની અંદર સંજય દત્તે જાળવી રાખી ફિટનેસ, કચરાના ડબ્બા ને માટલાને બનાવ્યા Dumbbells