બોક્સ ઓફિસ / પ્રથમ દિવસની કમાણી મામલે અક્ષય કુમારની ‘કેસરી’એ રણવિર સિંહ અને અજય દેવગનની ફિલ્મ્સને આપી માત, શાનદાર ઓપનિંગ સાથે ફિલ્મે કરી આટલા કરોડની કમાણી

Fim Kesari Beats Gully Boy Of Ranveer And Total Dhamaal Of Ajay Devgan in Terms Opning Day Collection

divyabhaskar.com

Mar 22, 2019, 01:10 PM IST

મુંબઈઃ અક્ષય કુમારની ‘કેસરી’એ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મેળવતા શાનદાર કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અને તરણ આદર્શના જણાવ્યાં અનુસાર, ફિલ્મ ‘કેસરી’ 2019ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. બાલાએ લખ્યું હતું કે,"અક્ષય કુમારની ‘કેસરી’ને બોલિવૂડ ફિલ્મ્સમાં સૌથી જોરદાર ઓપનિંગ મળી છે. ફિલ્મે પ્રથમ દિવસે 22 કરોડની કમાણી કરી છે." જ્યારે તરણ આદર્શે આ ફિલ્મને 21.50 કરોડની કમાણી થઈ હોવાનું જણાવ્યું હતું.

ક્રિટિક્સ તરફથી મળ્યો શાનદાર રિસ્પોન્સ
- અક્ષયની ફિલ્મને ક્રિટિક્સ તરફથી પણ શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. ડિરેક્ટર અનુરાગ સિંહની ફિલ્મ 18મી સદીના ઐતિહાસિક યુદ્ધ પર આધારિત છે, જેમાં 21 શિખ જવાનો 10 હજારથી વધુ અફઘાન સૈનિકો સામે લડી પોતાના દેશમાં ઘુસણખોરી કરતા અટકાવવા પોતાના જીવનું બલિદાન આપે છે. તેઓ અંગ્રેજ શાસન દ્વારા મદદ ના મળવા છતાં અંતિમ શ્વાસ સુધી અફઘાન સૈન્યને લડત આપે છે.
- આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ બની છે, જેમાં અક્ષય કુમાર સાથે લીડ રોલમાં પરિણીતી ચોપરાએ સ્ક્રિન શેર કરી હતી.
- તરણ આદર્શના જણાવ્યાં અનુસાર, ફિલ્મને ધૂળેટીના દિવસે ઓછા મોર્નિંગ શો મળ્યા હતા જોકે સાંજના મોટાભાગના શોમાં ગ્રોથ જોવા મળ્યો હતો.

2019ની સૌથી મોટી ઓપનર, પોતાની એક ફિલ્મનો રેકોર્ડ ના તોડી શક્યો અક્કી
- અક્કીની ‘કેસરી’ 21.50 કરોડની કમાણી સાથે 2019ની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા રીલિઝ થયેલી ફિલ્મ્સમાં રણવિરની ‘ગલી બૉય’એ 19.40 કરોડ, અજય દેવગનની ‘ટોટલ ધમાલ’એ 16.50 કરોડની, હોલિવૂડ ફિલ્મ ‘કેપ્ટન માર્વેલ’એ 13.01 કરોડની ઓપનિંગ મેળવી હતી.
- ‘કેસરી’ અક્ષય કુમારની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. તેની સૌથી મોટી ઓપનર ફિલ્મ ‘ગોલ્ડ’ છે જેણે પ્રથમ દિવસે 25.25 કરોડની કમાણી કરી હતી.
- જોકે અક્કીની ફિલ્મને રીલિઝ થયાના અમુક જ કલાકમાં મોટો ઝાટકો વાગ્યો હતો. આ ફિલ્મ રીલિઝ થયાના અમુક કલાકમાં જ ઓનલાઈન લીક થઈ હતી.

આ પ્રકારના વધુ ન્યૂઝ વાંચવા માટે ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ.
X
Fim Kesari Beats Gully Boy Of Ranveer And Total Dhamaal Of Ajay Devgan in Terms Opning Day Collection

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી