• Gujarati News
  • National
  • જબરજસ્ત એક્શન સીન્સથી ભરપૂર છે ફિલ્મ 'સત્યમેવ જયતે'નું ટ્રેલર | John Abrahams Fight Against Corruption In Film Satyamev Jayate Trailer

જબરજસ્ત એક્શન સીન્સથી ભરપૂર છે ફિલ્મ 'સત્યમેવ જયતે'નું ટ્રેલર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ મનોજ વાજપેયી અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'સત્યમેવ જયતે'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ટ્રેલરની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને તેનું ખાસ કારણ હતું જોન અબ્રાહમની છેલ્લી ફિલ્મ 'પરમાણુ'. આ ફિલ્મમાં જોને એક કરપ્શન સામે લડનાર સીરિયલ કિલરના રોલમાં છે. જોકે, આ છોકરો તેના પિતાનાં મોતનો બદલો લેવા અને ભ્રષ્ટાચારની લડતમાં એકલો લાગેલો છે. પરંતુ આ લડાઈમાં જોનને ઘણા લોકોને મોતને ઘાટ ઉતારવા પડે છે. 

 

ખાખીની સુરક્ષામાં ખાખી વિરુદ્ધ જોવા મળશે જોન


ખાખીની સુરક્ષામાં ખાખી વર્દીની વિરુદ્ધ ઉભેલા જોનની આ ફિલ્મ જોરદાર એક્શન થ્રિલર ફિલ્મ હશે. ટ્રેલરમાં જોનનો ખૂંખાર અને લોહીથી લથબથ સીન તમને ફિલ્મ જોવા મજબૂર કરી દેનારો છે. જોકે, ટ્રેલર જોઈને એમ લાગે છે કે, મનોજ વાજપેયી એક વાર ફરી એવા જ રોલમાં જોવા મળશે જેવો રોલ ટાઈગર શ્રોફની ફિલ્મ 'બાગી 2'માં હતો. મનોજ પોલીસ અધિકારી છે અને આ સીરિયલ કિલરની શોધમાં છે જેણે ઘણા લોકોની હત્યા કરી છે. આ શોધ મનોજ વાજપેયીને જોન સુધી પણ પહોંચાડશે પણ આગળ શું થશે? એ જાણવા માટે ફિલ્મની રાહ જોવી પડશે.

 

ત્રણ ફિલ્મ વચ્ચે થશે જોરદાર ટક્કર


ભરપૂર એક્શન અને ડ્રામાથી ભરેલી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ક્રેઝ વધવાની સાથે જ એક મોટી દુવિધા પણ પેદા થઈ ગઈ છે, અને એ છે કે, દર્શક કઈ ફિલ્મ જોવા જશે. આ વખતે સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના દિવસે એક સાથે ત્રણ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ત્રણેય ફિલ્મ વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. આ ત્રણેય ફિલ્મના ટ્રેલર સામે આવી ચૂક્યા છે અને ત્રણેય જોરદાર છે. અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ', દેઓલ બ્રધર્સની 'યમલા પગલા દીવાના' અને જોનની સત્યમેવ જયતે' રિલીઝ થવાની છે.

 

સત્યમેવ જયતેનું નિર્દેશન કર્યું છે મિલાપ મિલાન ઝાવેરીએ. ફિલ્મમાં ટીવી અભિનેત્રી નોરા ફતેહી પણ જોવા મળશે જોકે, એક સોન્ગમાં જ દેખાશે. આ ગીતનું ટાઈટલ છે દિલબર, જે એક રિક્રિએટેડ વર્ઝન છે.