તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જેલની અંદર સંજય દત્ત જાળવી રાખી ફિટનેસ, Sanjay Dutt Maintain His Fitness In Jail

જેલની અંદર સંજય દત્ત જાળવી રાખી ફિટનેસ, કચરાના ડબ્બા ને માટલાને બનાવ્યા Dumbbells

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ફિલ્મ 'સંજુ' રીલિઝ થઈ ત્યારે સંજય દત્તે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જેલમાં જતા તેનામાં રહેલું અભિમાન ચકનાચૂર થયું હતું. સંજયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે તેના માટે સજા રોલર-કોસ્ટરની સવારી જેવી હતી. જો તે પોઝિટિવ રીતે જુઓ તો આમાંથી તે ઘણું જ શીખ્યો છે અને એક સારો વ્યક્તિ બની શક્યો છે.


જેલમાં રહેવું હતો એક પડકારઃ
સંજય દત્તે ઈન્ટરવ્યૂમાં આગળ કહ્યું હતું કે પોતાના પરિવાર તથા ચાહકોથી દૂર જેલમાં રહેવું એક પડકાર હતો. જેલમાં તે બોડીને કેવી રીતે ફિટ રાખવું તે શીખ્યો હતો. આટલું જ નહીં જેલમાં તે ડમ્બ્લ્સની બદલે કચરાના ડબ્બાઓ તથા માટીના માટલાઓનો ઉપયોગ કરતો હતો. દર છ મહિને જેલમાં સાંસ્કૃત્તિક પ્રોગ્રમ રાખવામાં આવતો હતો. અહીંયા તે આજીવન સજા કાપતા કેદીઓને સંવાદ બોલતા, ગીત ગાતા તથા ડાન્સ શીખવતો હતો.


કેદીઓ બન્યા પરિવારઃ
જેલની અંદર રહેલા કેદીઓ જ તેના માટે પરિવારના સભ્ય જેવા હતાં. તે જ્યારે હાર માની લેતો ત્યારે તેઓ જ તેને પ્રોત્સાહિત કરતા હતાં. જેલમાં પસાર કરેલા સમયમાંથી તે ઘણું જ શીખ્યો છે અને તેનાથી તેનું અભિમાન પણ તૂટ્યું છે.


સૌથી સારો દિવસઃ
જેલના અંતિમ દિવસોને યાદ કરતા સંજય દત્ત કહે છે કે જે દિવસે તે જેલમાંથી છૂટ્યો તે દિવસ તેના જીવનનો સૌથી સારો દિવસ હતો. તેણે પોતાના પિતા સુનિલ દત્તને યાદ કર્યાં હતાં. તે ઈચ્છતો હતો કે તેના પિતા તેને આઝાદ થતો જુએ.

 

'સંજુ'થી પણ વધુ ભાવુક છે સંજુબાબાનુ જીવન, ક્યારેક ચંપલથી પડ્યો માર તો ક્યારેક મળી સોનાની ચેન