મુંબઇ: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'સંજુ' રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં સંજય દત્તના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વિશે જણાવવામાં આવ્યુ છે. આ વચ્ચે રિયાલિટી શો 'એન્ટરટેઇનમેન્ટ કી રાત'માં પહોચેલા સંજય દત્તે પણ પોતાના ડ્રગ્સ ડેઝનો એક કિસ્સો શેર કર્યો છે. સંજય અનુસાર એક સમયે તેના શરીરમાં ડ્રગ્સનો એટલો ઓવરડોઝ થઇ ચુક્યો હતો કે તેને મચ્છર પણ કરડે તો તે મરી જતુ હતું.
ડ્રગ્સ લેતો હતો સંજય દત્ત
સંજય દત્તે જણાવ્યુ- 'એક સમય એવો હતો જ્યારે હું વધુ પડતો નશો કરતો હતો' મને યાદ છે જ્યારે મચ્છર મારૂ લોહી પીવા આવતા તો તે લોહી પીને ઉડી શકતા નહતા. તે થોડી વાર સુધી તે જગ્યાએ બેઠો રહેતો હતો અને પછી જમીન પર ઉંધા થઇને પડતા હતા. હવે હું આ વાતને યાદ કરૂ છું તો મને હસી આવે છે. આજે હું યંગ બાળકોને ભલામણ કરૂ છુ કે તે ડ્રગ્સથી દૂર રહે, કારણ કે ફેમિલી અને કારકિર્દીથી મોટો નશો કોઇ નથી હોતો'
જેલમાં મુસ્લિમ ભાઇ રાખતા હતા સંજયની સંભાળ
- સંજય તે દિવસના કિસ્સા સંભળાવતા કહે છે, "જ્યારે પણ રમઝાનનો સમય આવતો ત્યારે જેલમાં અલગ જ માહોલ બનતો હતો. મુસ્લિમ ભાઇઓ માટે સવારે સહેરીમાં ગરમ ચા અને નાસ્તો આપવામાં આવતો હતો. એવામાં મારા મુસ્લિમ ભાઇ પણ મને ઉઠાવતા અને કહેતા ગરમ ચા મળી રહી છે ચાલો પીલો'
જેલમાં આરજેનું કામ કરતો હતો સંજય
- સંજય કહે છે, 'જ્યારે હું જેલમાં હતો ત્યારે ત્યા RJનું કામ કરતો હતો. હું યરવડા જેલનો આરજે રહ્યો છું જેને કારણે કેટલાક લોકો ત્યા મારા ફેન બની ગયા હતા. ત્યા લોકોને મારો અવાજ સાંભળવાનું પસંદ હતું, તે લોકોને કારણે જ હું જેલમાં સમય વિતાવી શકતો હતો'
સંજય- બાળકો પહેલા અભ્યાસ પૂર્ણ કરશે
- સંજય દત્તે શોમાં પોતાના બાળકો વિશે પણ વાતચીત કરી હતી. તે ઇચ્છતો હતો કે તેના બાળકો પહેલા અભ્યાસ કરે, ડિગ્રી લે અને બાદમાં જે બનવા માંગશે તે તેની મદદ કરશે.
- સંજયે પોતાના અભ્યાસ વિશે જણાવ્યુ કે તે મેથ્સમાં ઘણો વીક હતો, માટે તે ઇચ્છતો હતો કે તેના બાળકો તેમાં સારૂ કરે. આજકાલ સંજય બાળકોની ક્રાફ્ટ અને પેઇન્ટીંગમાં મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.