મુંબઇ: મુંબઇથી IANS ન્યૂઝ એજન્સીને ફોન પર આપેલા ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે પોતાના રોલ અને સુનીલ દત્તના જીવન પર ખુલીને વાત કરી હતી. પરેશ રાવલે જણાવ્યુ- સુનીલ
દત્ત સાહેબ આયરનમેન હતા. વાત નરગિસની બીમારીની હોય કે પુત્રના નશાની ટેવ અને જેલ જવાની, બન્ને દિકરીઓની સંભાળ રાખવાની કે પછી રાજકીય ઉથલપાથલની, આટલા
સંઘર્ષોનો સામનો કરતા પોતાના સિદ્ધાતો પર ટકી રહેવુ કોઇ સામાન્ય વ્યકિતના હાથની વાત નથી.
સંજુની વાર્તા વિશે વાત કરતા પરેશ રાવલે જણાવ્યુ કે આ બાપ-દીકરાની વાર્તા છે, ફિલ્મમાં કોઇ રીતની છેડછાડ નથી કરવામાં આવી. સંજય દત્તે જે રીતે પોતાની વાર્તા જણાવી,
રાજકુમાર હિરાનીએ તેવી રીતે જ તેને પરદા પર ઉતારી છે.
આ રોલ વિશે વાત કરતા પરેશે દત્ત સાહેબ સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો હતો-પરેશે જણાવ્યુ કે આ રોલ તેના નસીબમાં લખ્યો હતો. વાત 25, મે 2005ની છે, જ્યારે સુનીલ દત્ત સાહેબે
મને લેટર લખીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી પરંતુ જ્યારે મને તે લેટર મળ્યો ત્યારે હું કન્ફ્યુઝ હતો, કારણ કે મારો જન્મ દિવસ 30 મેએ હોય છે અને જે દિવસ (25 મે) લેટર
મારી પાસે પહોચ્યો તે દિવસે દત્ત સાહેબનું નિધન થઇ ગયુ હતું. 12 વર્ષથી મારા ઘરના ડ્રોવરમાં રાખ્યો છે અને જ્યારે મને રાજુએ આ ફિલ્મની વાર્તા સંભળાવી તો હું વિચારી રહ્યો હતો કે
કઇક દેવીશક્તિ છે જે આ રોલ કરવાની મને તક મળી.
સંજય દત્ત વિશે વાત કરતા પરેશે કહ્યું કે લોકોએ ફિલ્મ જોયા બાદ નક્કી કરવુ જોઇએ કે સંજય દત્તના હીરોની જેમ જીવનને જીવીએ કે વિલનની જેમ. કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો
હતો, હવે કોઇ પણ કોર્ટથી મોટુ નથી.
પરેશ રાવલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી બાયોપિકમાં મોદીના રોલ નીભાવવાની પણ અટકળો છે પરંતુ પરેશ રાવલ તેના જવાબમાં કહે છે, હું તેની પર કઇ કહી
શકતો નથી. સાચો સમય આવતા બધી ખબર પડી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.