તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 12 12 કલાક સુધી સંદિપ સિંહ પાસે હોકીની ટ્રેનિંગ લેતો હતો પંજાબી એક્ટર દિલજીત,punjabi Actor Daljit Practiced Hockey Almost 12 Hours

12-12 કલાક સુધી સંદિપ સિંહ પાસે હોકીની ટ્રેનિંગ લેતો હતો પંજાબી એક્ટર દિલજીત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ફ્લિકર સિંહના નામથી લોકપ્રિય હોકી ખેલાડી સંદિપ સિંહની બાયોપિક 'સૂરમા' માટે દિલજીત દોસાંજે પોતાને પૂરી રીતે એથલિટ બનાવી દીધો હતો. ડેઈલી રૂટિનથી લઈ ડાયટ તથા સંદિપની સિગ્નેચર હોરી મૂવ્સ શીખવા માટે તે 12 કલાક હોકી શીખતો હતો. સંદિપ સિંહે જ દિલજીતનો ટ્રેનર બન્યો હતો અને પોતાની જેમ હોકી શીખવી હતી.


12 કલાક મેદાન પર પ્રેક્ટિસઃ
સંદિપની જેમ જ ડ્રેગ ફ્લિકર બનવા માટે દિલજીતે એક મહિના સુધી રોજ હોકી સ્ટિક પકડવી, મેદાનમાં ઉભા રહેવું, શોટ લગાવવા તથા ડ્રેગ ફ્લિક કરવાની પ્રેક્ટિસ કરી હતી. સંદિપે જાતે જ દિલજીતને 12 કલાક, અંગદને 3 કલાક તથા તાપસી પન્નુને 4-5 કલાક સુધી હોકીની પ્રેક્ટિસ કરાવી હતી.


રૂટિન કર્યું ચેન્જઃ
દિલજીતે આ ફિલ્મ માટે થઈને પોતાનું રૂટિન ચેન્જ કર્યું હતું. તે સવારે જલ્દી ઉઠતો અને રાત્રે વહેલો સૂઈ જતો હતો. તે વહેલી સવારથી હોકીન પ્રેક્ટિસ કરતો હતો. સંદિપની હોકી મેચ જોતો, તેના ઈન્ટરવ્યૂ પરથી તેના બોલવાના હાવ-ભાવની ટ્રેનિંગ લીધી હતી.


સંદિપના પરિવાર સાથે વિતાવ્યો સમયઃ
દિલજીતે સંદિપના ભાઈ વિક્રમજીત, પિતા ગુરૂચરણ સિંહ તથા માતા દલજીત કૌર સિવાય ફ્રેન્ડ સાથે સમય વિતાવ્યો હતો. ફિલ્મમાં તેના પરિવારનું બોન્ડિંગ બતાવવા માટે તે અનેક અઠવાડિયા સુધી તેના ઘરમાં રહ્યો હતો. સંદિપ તથા દિલજીતે ચાર મહિના સાથે સમય પસાર કર્યો હતો. ફિલ્મમાં સંદિપનો ભાઈ વિક્રમજીત પણ કેટલાંક સીન્સમાં જોવા મળશે.


ઓછું જમ્યો અને ફોલો કર્યું એથલિટ ડાયટઃ
દિલજીતને ખાવાનો ઘણો જ શોખ છે. પંજાબી હોવાને કારણે તે ઓઈલી ફૂડ ભરપૂર ખાતો હતો. જોકે, ફઇલ્મ માટે તેણે એથલિટવાળું હેલ્થી ડાયટ લીધું હતું. જીમિંગ, વર્કઆઉટથી સિક્સ પેક એબ્સ પણ બનાવ્યા હતાં.

 

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમની બહેને નહોતું પહેર્યું પેન્ટ, રેસ્ટોરન્ટમાંથી કાઢી મૂકી