• Gujarati News
  • National
  • Sanjay Dutt Tried To Commit Suicide In Real Life, This Incident Picturise In Film Sanju

'સંજુ'માં છે સંજય ને સુનિલ દત્તની જાદુની ઝપ્પી પાછળની પૂરી કહાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ફિલ્મ 'સંજુ' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ માટે રણબિર કપૂરને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે અને તેની એક્ટિંગના વખાણ પણ થઈ રહ્યા છે. ફિલ્મમાં પાંચ એવા કિસ્સાઓ છે, જે તમને શોક્ડ કરી શકે છે.


સુસાઈડ અટેમ્પ્ડ: સંજય દત્તની લાઈફમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તે સુસાઈડ બાબતે વિચારવા લાગ્યો હતો. વર્ષ 2013માં 5 વર્ષની સજા સંભળાવવામાં આવી ત્યારે તેને આ વિચાર આવ્યો હતો. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સંજય પત્ની માન્યતાને એક લેટર લખે છે. લેટરમાં તે કહે છે, "બાળકોને તેના પિતા આતંકવાદી છે એવું લોકો કહે એના કરતાં તેના પિતા મરી જાય એ સારું છે. આ સીન બાદ ફિલ્મમાં સંજય દત્ત બનેલો રણબિર સુસાઈડ કરવાનો પ્રયત્ન કરે છે પણ માન્યતાનો રોલ પ્લે કરી રહી રહેલી દિયા મર્ઝા તેને બચાવી લે છે.


જિંદગીનો અર્થ ખાના, પીના ઔર સેક્સ : ફિલ્મમાં સંજયની સેક્સ લાઈફની પણ ચર્ચા છે. તે પોતે કહે છે કે પ્રોસ્ટિટ્યૂટ્સ સહિત અંદાજે 350 યુવતીઓ સાથે તેના ફિઝિકલ રિલેશન હતા. એક સીનમાં તેનો મિત્ર પરેશ કહે છે કે સંજયની લાઈફમાં ત્રણ વસ્તુઓ એને પસંદ હતી- ખાના, પીના ઔર સેક્સ


જ્યારે સંજુએ બેસ્ટફ્રેન્ડની ગર્લફ્રેન્ડને મારી હતી થપ્પડ: પિતા-પુત્રની બોન્ડિંગ ઉપરાંત ફિલ્મમાં સંજય અને તેના બેસ્ટ ફ્રેન્ડની જબરદસ્ત બોન્ડિંગ પણ બતાવવામાં આવ્યું છે. તેના દોસ્ત પરેશનો રોલ વિકી કૌશલે કર્યો છે. વિકીએ બેસ્ટ ફ્રેન્ડના રોલમાં ફિલ્મમાં રણબિરને એક્ટિંગમાં બરોબરની ટક્કર આપી છે. એક સીનમાં રણબિર ફ્રેન્ડ વિકીની ગર્લફ્રેન્ડ કરિશ્મા તન્નાને તેની સામે જ થપ્પડ મારી દે છે. સીન એવો છે કે વિકી ડ્રંક થયા બાદ ઘરમાંથી બહાર ચાલ્યો જાય છે અને તેની ગર્લફ્રેન્ડ બનેલી કરિશ્મા રણબિર સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દે છે. ફિલ્મમાં અસંખ્ય મહિલાઓ સાથે ફિઝિકલ રિલેશન બનાવી ચૂકેલો રણબિર કરિશ્માનો પણ સેક્સ્યૂઅલી ફાયદો ઉઠાવે છે. જોકે, બાદમાં સ્ટોરીમાં શું ટર્નિંગ પોઈન્ટ આવે છે? કેમ થપ્પડ મારે છે એ માટે તમારે ફિલ્મ જોવી પડશે.


જાદુની ઝપ્પી પાછળની કહાની : ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં પિતા સુનીલ દત્ત અને સંજય વચ્ચે ફિલ્માવવામાં આવેલા જાદુની ઝપ્પીવાળા ઈમોશનલ સીનને 'સંજુ'માં ફરી રિક્રેએટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આ સીનના શૂટ થયા બાદની કહાની બતાવવામાં આવી છે. જ્યારે ફિલ્મ માટે આ સીન શૂટ થયો હતો ત્યારે ડિરેક્ટરના કટ બોલવા પછી પણ સુનીલ અને પુત્ર સંજય ઘણા સમય સુધી એક-બીજાને જોરથી ગળે લગાવી રાખ્યા હતા. આ સીન 'સંજુ'માં શાનદાર રીતે બતાવવામાં આવ્યો છે.


ડાયલોગ યાદ રાખવા માટે સંજયે જોઈ હતી હેમા માલિનીની તસવીર : સંજય દત્ત પોતાની ડેબ્યૂ ફિલ્મ 'રૉકી'ના દિવસોમાં એક્ટિંગને લઈને ખૂબ નર્વસ હતો. આવી સ્થિતિમાં ડિરેક્ટરે તેને કહ્યું હતું કે કોઈ એક્ટ્રેસની તસવીર અથવા મેગેઝીન કવર જોઈને ડાયલોગની લાઈન યાદ કરે. એક-બે વખત સંજયે હેમા માલિનીની તસવીર  જોઈ હતી પણ પછી તેણે જોયા વગર પર્ફેક્ટ શૉર્ટ આપ્યા હતા.

 

જેલની અંદર સંજય દત્તે જાળવી રાખી ફિટનેસ, કચરાના ડબ્બા ને માટલાને બનાવ્યા Dumbbells