ભારતની સૌથી મોંઘી ફિલ્મ '2.0'ના એ પાંચ સીન, જે આપો-આપ કહી દે છે ફિલ્મની આખી વાર્તા

અક્ષય કુમાર તથા રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ ગયું છે

divyabhaskar.com | Updated - Sep 13, 2018, 04:41 PM
akshay kumar will seen in villian role in 2.0 film

મુંબઈઃ અક્ષય કુમાર તથા રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ '2.0'નું ટિઝર 13 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ ગયું છે. દોઢ મિનિટના આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે હજારો પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યાં છે અને અચાનક જ બધાના મોબાઈલ ગાયબ થઈ જાય છે. આવામાં રજનીકાંત, એમી જેક્સન તથા અન્ય ટીમની સામે ચિટ્ટી એટલે કે રોબોટને ફરીથી બોલાવવાની વાત કરે છે. કાળો કાગડો તથા અજીબ પક્ષીઓવાળી ગેંગનો લિડર અક્ષય કુમાર છે. જોકે, ફિલ્મમાં એવા પાંચ સીન્સ છે, જે ફિલ્મની વાર્તા આપો-આપ કહી જાય છે.


1. ફિલ્મનું ટીઝર શરૂ થઆય એટલે તેમાં ટાવર પર એક વ્યક્તિ દેખાય છે. આ વ્યક્તિ અક્ષય કુમાર છે. શહેરમાં આવેલા પક્ષીઓના ઝૂંડ વચ્ચે તે વ્યક્તિ ટાવર પર એકલો છે, જેને કારણે તે પણ પક્ષી બની જાય છે. લાગે છે કે તોફનને કારણે અક્ષયની અંદર ઘણી જ શક્તિઓ આવી જાય છે. જેનો ઉપયોગ તે ધરતી પર તબાહી માટે કરે છે.


2. ટીઝરમાં તમામ લોકોના હાથમાંથી મોબાઈલ ફોન્સ ઉડતા જોવા મળે છે. આવામાં ડિરેક્ટર શંકરની આ ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર લાખો-કરોડો મોબાઈલમાં રહેલી માહિતીનો ઉપયોગ કરીને વિશ્વને તબાહ કરવાનો પ્રયાસ કરે છે.


3. ટીઝરમાં એક્ટર સુધાંશુ પાંડે પણ જોવા મળે છે. જે મિટિંગમાં હોય છે, જેમાં અનેક સાઈન્ટિસ્ટ રોબોટ ચિટ્ટીની વાત કરે છે. સુધાંશુ ફિલ્મમાં ડેનીનો દીકરો છે. ડેની ફિલ્મ 'રોબોટ'માં વિલન સાઈન્ટિસ્ટના રોલમાં હતો, જેને કારણે ચિટ્ટીએ તબાહી મચાવી હતી. બની શકે કે સુધાંશુ વશીકરણથી પાપાની મોતનો બદલો લેતો જોવા મળે.


4. ટીઝરને ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડે છે કે જ્યારે રજનીકાંત ચિટ્ટી અંગે વાત કરે છે અને કહે છે કે ચિટ્ટી જ દુનિયાને બચાવી શકે છે ત્યારે સુધાંશુના ચહેરો ચમકી ઉઠે છે. તેને ખ્યાલ છે કે તેના પિતાએ ચિટ્ટી પર કેવી રીતે કંટ્રોલ કર્યો હતો. આવામાં સુધાંશુ પોતાના પિતા પાસેથી મળેલી માહિતીને આધારે ચિટ્ટીને કંટ્રોલ કરીને દુનિયામાં તબાહી લાવતો જોવા મળશે.


5. ટીઝરને અંતે ચિટ્ટી હસતો જોવા મળે છે. આ જોઈને કન્ફ્યૂઝન એ છે કે તે ફિલ્મમાં વશીકરણની વિરૂદ્ધમાં જશે કે પછી વિલનનું પ્લાનિંગ પૂરું કરીને તે હસે છે.


ભારતની સૌથી મોંઘી ફિલ્મઃ
'2.0' સ્ટાર-કાસ્ટની સાથે સાથે ભવ્ય બજેટને કારણે ચર્ચામાં છે. ફિલ્મનું બજેટ 545 કરોડ કરતાં વધારે છે. આ ફિલ્મમાં અત્યાર સુધીની બેસ્ટ તથા એડવાન્સ્ડ વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અક્ષય કુમારે 2018માં ખરીદ્યા હતાં એક સાથે ચાર ફ્લેટ, 18 કરોડ છે નવા ઘરની કિંમત, બેડરૂમથી સીટિંગ એરિયા સુધી દેખાય છે લક્ઝૂરિયસ

X
akshay kumar will seen in villian role in 2.0 film
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App